IPL Auction 2021: ઘરેલુ ક્રિકેટના આ 10 સ્ટાર ખેલાડીઓનુ આજે કિસ્મત ચમકી શકે છે, જાણો કોણ

|

Feb 19, 2021 | 1:28 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવિ સિઝન માટે ખેલાડીઓની આજે બોલી બોલાશે. ચેન્નાઇ (Chennai)માં યોજાનારા ઓકશનમાં 8 ફ્રેંન્ચાઇઝી 61 ખેલાડી સ્થાન ભરવા માટે બોલી બોલશે. ઓકશન (IPL Auction) ની સુચીમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડીઓ છે. આ ઉપરાંત ત્રણ ખેલાડીઓ એસોશિયેટ દેશો તરફ થી છે.

IPL Auction 2021: ઘરેલુ ક્રિકેટના આ 10 સ્ટાર ખેલાડીઓનુ આજે કિસ્મત ચમકી શકે છે, જાણો કોણ
8 ફ્રેંન્ચાઇઝી 61 ખેલાડી સ્થાન ભરવા માટે બોલી બોલશે.

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની નવિ સિઝન માટે ખેલાડીઓની  બોલી બોલાશે. ચેન્નાઇ (Chennai)માં યોજાનારા ઓકશનમાં 8 ફ્રેંન્ચાઇઝી 61 ખેલાડી સ્થાન ભરવા માટે બોલી બોલશે. ઓકશન (IPL Auction) ની સુચીમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડીઓ છે. આ ઉપરાંત ત્રણ ખેલાડીઓ એસોશિયેટ દેશો તરફ થી છે. ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને સ્ટીવ સ્મિથ (Steve Smith) જેવા વિદેશી ખેલાડીઓ પર તો સૌની નજર રહેશે. સાથે જ ઘરેલુ ક્રિકેટ (Domestic Cricket) ના સિતારાઓ પર પણ એટલી જ નજર રહેશે. આવો આવા જ દશ સિતારાઓને જાણીએ.

1. મહંમદ અઝહરુદ્દીન, કેરળઃ બેઝ પ્રાઇઝ 20 લાખ ધરાવતો યુવા ખેલાડી એ મુશ્તાક અલી ટ્રોફીમાં 37 બોલમાં જ સદી ફટકારીને સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ. જે ટુર્નામેન્ટનુ બીજુ સૌથી ઝડપી શતક હતુ. તેણે 137 રનની રમતમાં 9 ચોક્કા અને 11 છગ્ગા લગાવ્યા હતા. 26 વર્ષીય અઝહર પુરી ટુર્નામેન્ટમાં 194.54 ના સ્ટ્રાઇક રેટ થી 214 રન બનાવ્યા હતા. ટોપ ઓર્ડર બેટ્સમેન હોવાને લઇને તે આઇપીએલની પસંદ બની શકે છે.

2. શાહરુખ ખાન, તામિલનાડુઃ ઓલરાઉન્ડર ખેલાડીએ 2020ની મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમ છતાં તેને કોઇ ટીમે ખરીદ કર્યો નહોતો. પરંતુ 25 વર્ષીય શાહરુખ એ હાર નથી માની અને આ વર્ષે પણ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. શાહરુખ એ ચાર મેચોમાં 220 ની સ્ટ્રાઇક રેટ થી રન બનાવ્યા હતા. ફિનિશરની શોધ કરી રહેલી ટીમ માટે આ એક શાનદાક ઓપ્શન બની શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

3. કેદાર દેવધર, વડોદરાઃ 31 વર્ષીય કેદાર વડાદરા માટે રમે છે. તેણે મુશ્તાક અલી ટ્રોફીની સિઝનનમાં શાનદાર બેટીંગ કરી હતી. 8 મેચોમાં તેમે 113.68 ની સ્ટ્રાઇક રેટ થી 349 રન કર્યા હતા. પ્રદર્શનમાં નિરંતરતા ને લઇને તેને આ વર્ષે આઇપીએલમાં કોન્ટ્રાક્ટ મળી શકે છે.

4. વિષ્ણું સોલંકી, વડોદરાઃ આ ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં નોક આઉટ મેચો દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેની તે રમતે સોનુ ધ્યાન તેની તરફ ખેંચ્યુ હતુ. 8 મેચોમાં તેમે 53.40 ની સરેરાશ થી 267 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 128.36 નો રહ્યો હતો.

5. અવિ બારોટ, ગુજરાતઃ મુશ્તાક અલી ટ્રોફીની લીગ ચરણ માં સૌથી વધારે રન બનાવવા વાળા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. ગુજરાતના આ ખેલાડીએ 5 મેચોમાં 56.60 ની સરેરાશ થી 283 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 184.97 હતો.

6. લુકમાન મેરિવાલા, વડોદરાઃ 29 વર્ષિય ઝડપી બોલર લુકમાન એ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધારે વિકેટ હાંસલ કરવામાં બીજા સ્થાન પર રહ્યો હતો. તેમે 8 મેચોમાં 6.52 ની ઇકોનોમી સાથે 15 વિકેટ ઝડપી હતી. જેમાં એક મેચમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. જે દરમ્યાન તેની એવરેજ 13.26ની રહી હતી. એટલે કે પ્રત્યેક 13 બોલ પર તેણે વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં અનેક ટીમો પાસે સારા બોલરોની કમી છે, ત્યારે તે વિકલ્પ બની શકે છે.

7. અતીત શેઠ, વડોદરાઃ ઓલ રાઉન્ડર ખેલાડી એ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તે ટુર્નામેન્ટમાં ટોપ ટેન વિકેટ બોલર રહ્યો હતો. તેણે 8 મેચોમાં 18.63 ની સરેરાશ થી 11 વિકેટ ઝડપી હતી, તેમે અત્યાર સુધીમાં ઘરેલુ ટી20 મેચોમાં 71.50 ની સરેરાશ થી 143 રન બનાવ્યા છે અને 46 વિકેટ ઝડપી છે.

8. શેલ્ડન જેક્શન, પોંડુચેરીઃ 34 વર્ષના આ ખેલાડીનો ઘરેલુ ક્રિકેટમાં દેખાવ સારો રહ્યો છે. તેણે મુશ્તાક અલી માટે 5 મેચ રમીને 80.66ની સરેરાશ થી 242 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેનો હાઇએસ્ટ સ્કોર 106 રન અણનમ નો રહ્યો હતો. જેક્શન ને જોકે આ પહેલા 2012માં કલકત્તા નાઇટ રાઇડર્સ એ ખરીદ્યો હતો. ત્યાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ ખરીદ કર્યો હતો. જોકે તે વધુ મેચ રમી નહોતો શક્યો અને તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ફોર્મમાં ચાલી રહેલો જેકશન આઇપીએલની નવિ સીઝનમ માટે સારો વિકલ્પ બની શકે છે.

9. જલજ સક્સેના, કેરળઃ 34 વર્ષીય આ ખેલાડી અગાઉ મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમી ચુક્યો છે. જલજ એ આ વખતે ઘરેલુ ક્રિકેટમાં મુશ્તાક અલી માટે રમતા 10 વિકેટ 5 મેચો દરમ્યાન ઝડપી છે. તેણે 59 ટી20 ઘરેલુ ક્રિકેટમાં 661 રન બનાવ્યા થે અને 6.84 ની ઇકોનોમી સાથે 59 વિકેટ ઝડપી છે. 126 ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તેણે 35.98ની સરેરાશ થી 6334 રન અને 347 વિકેટ ઝડપી છે. શાનદાર ફોર્મમાં ચાલવાને લઇને તે નજરમાં રહ્યો છે.

10. અર્જૂન તેંદુલકર, મુંબઇઃ મહાન ક્રિકેટર સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકર એ આ વર્ષે મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં ડેબ્યુ કર્યુ હતુ. હાલમાં જ એમઆઇજી ક્રિકેટ ક્લબ તરફ થી રમતા તેણે 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. આ સાથે જ અર્જૂન એ 3 વિકેટ ઝડપી હતી. 21 વર્ષીય આ ખેલાડી પર મુંબઇ ઇન્ડીયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની નજર હોઇ શકે છે.

Published On - 10:28 am, Thu, 18 February 21

Next Article