IPL Auction 2021: કલાકો પહેલા જ ઇંગ્લેંડના માર્કવુડ એ પોતાનુ નામ પરત ખેંચી લીધુ, 2 કરોડ હતી બેઝ પ્રાઇઝ

|

Feb 18, 2021 | 1:23 PM

ઇંગ્લેંડના ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood) એ પોતાનુ નામ રજીસ્ટર કરાવ્યુ હતુ. પોતાની બેઝ પ્રાઇઝ તેણે 2 કરોડ રુપીયા રાખી હતી. ઓકશનના કેટલાક કલાક પહેલા જ માર્ક વુડ એ પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે.

IPL Auction 2021: કલાકો પહેલા જ ઇંગ્લેંડના માર્કવુડ એ પોતાનુ નામ પરત ખેંચી લીધુ, 2 કરોડ હતી બેઝ પ્રાઇઝ
માર્ક વુડ પોતાના પરિવાર સાથે સમય વિતાવી નથી શકતો.

Follow us on

ચેન્નાઇમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને ઓકશન (IPL Auction) આજે યોજાનાર છે. આઇપીએલના મિની ઓકશનમાં ઇંગ્લેંડના ઝડપી બોલર માર્ક વુડ (Mark Wood) એ પોતાનુ નામ રજીસ્ટર કરાવ્યુ હતુ. પોતાની બેઝ પ્રાઇઝ તેણે 2 કરોડ રુપીયા રાખી હતી. ઓકશનના કેટલાક કલાક પહેલા જ માર્ક વુડ એ પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. ચેન્નાઇમાં આજે આઠ ફેન્ચાઇઝી ટીમ ઓકશનમાં ખેલાડીઓ પર બોલી લગાવશે. ઇંગ્લેંડ (England) ક્રિકેટ ટીમની રોટેશન પોલીસી કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં છે, આવામાં વુડના આ નિર્ણયને પણ તેની સાથે જોડીને જોવામા આવી રહ્યો છે.

સ્ટાર સ્પોર્ટસની રિપોર્ટનુસાર માર્ક વુડ પોતાના પરિવાર સાથે સમય વિતાવી નથી શકતો. આ કારણથી તેણે આઇપીએલ 2021 ઓકશન પહેલા હટી જવાનો નિર્ણય કર્યો છે. માર્ક વુડ આ સમયે ભારતમાં જ છે અને તે ભારત સામે 24 ફેબ્રુઆરીથી શરુ થનારી ડે નાઇટ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેંડની ટીમનો હિસ્સો છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે. જેમાં બંને ટીમો હાલમાં 1-1 ની બરાબરી પર ચાલી રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

માર્ક વુડ એ હજુ સુધી એક જ આઇપીએલ મેચ રમી છે અને તે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી હતી. આઇપીપીએલ 14 માટે ઇંગ્લેડના 17 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી હવે 16 ખેલાડી રહ્યા છે. જેમાં એલેક્સ હેલ્સ, મોઇન અલી અને જેસન રોય જેવા નામ પણ સામેલ છે.

Published On - 11:39 am, Thu, 18 February 21

Next Article