IPL: 8 ટીમોએ 6 કલાકમાં જ 145.30 કરોડ રુપિયા ઉડાવ્યા, 111 કરોડ વિદેશી ખેલાડીઓ પાછળ ખર્ચ્યા

|

Feb 19, 2021 | 9:16 AM

આઇપીએલ ઓકશન (IPL Auction) માં એક વાર ફરી થી પૈસાનો વરસાદ થયો. કેટલાક જાણ્યા અજાણ્યા ચહેરાઓ પર આઠેય IPL ટીમઓએ આગળ આવીને દાવ લગાવ્યા હતા. જોકે બોલી દરમ્યાન સૌથી વધારે આગળ વિદેશી ખેાડીઓ રહ્યા હતા. તેમની પર સૌથી વધારે પૈસા વરસ્યા હતા. આઇપીએલ 14 પહેલા ના ઓકશનમાં છ કલાકમાં 145.30 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

IPL: 8 ટીમોએ 6 કલાકમાં જ 145.30 કરોડ રુપિયા ઉડાવ્યા, 111 કરોડ વિદેશી ખેલાડીઓ પાછળ ખર્ચ્યા
ભારતીય ખેલાડીઓ પર માત્ર 43 કરોડ રુપિયા જ ખર્ચ કરવામાં આવ્યા

Follow us on

આઇપીએલ ઓકશન (IPL Auction) માં એક વાર ફરી થી પૈસાનો વરસાદ થયો. કેટલાક જાણ્યા અજાણ્યા ચહેરાઓ પર આઠેય IPL ટીમઓએ આગળ આવીને દાવ લગાવ્યા હતા. જોકે બોલી દરમ્યાન સૌથી વધારે આગળ વિદેશી ખેાડીઓ રહ્યા હતા. તેમની પર સૌથી વધારે પૈસા વરસ્યા હતા. આઇપીએલ 14 પહેલા ના ઓકશનમાં છ કલાકમાં 145.30 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ પૈસાથી 57 ખેલાડીઓન ખરીદવામા આવ્યા હતા. 57 માંથી 22 ખેલાડીઓ વિદેશી હતી અને 35 ભારતીય ખેલાડીઓ હતા. ઓકશન દરમ્યાન ઓલરાઉન્ડર અને વિદેશી ઝડપી બોલર ખૂબ મોટી રકમમાં ખરીદવામાં આવ્યા હતા. જેમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ (Chris Morris) ને રાજસ્થાન રોયલ્સે16.25 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. મોરિસ આઇપીએલ ઓકશનના ઇતિહાસનો સૌથી મોંઘો વેચાણ થનારો ખેલાડી બન્યો છે.

તો કર્ણાટકનો અનકેપ્ડ ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gautam) 9.25 કરોડ રુપિયાનો દાવ લાગ્યો હતો. અનકેપ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ નથી રમ્યો એવા, સ્પિનર ઓલરાઉન્ડ ગૌતમને ચેન્નાઇએ રેકોર્ડ આંકડાથી ખરીદ કર્યો હતો. 32 વર્ષીય આ ક્રિકેટેર અત્યારે ઇંગ્લેંની સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ માટે નેટબોલર તરીકે ભારતીય ટીમ સાથે છે. તામિલનાડુનો શાહરુખખાન તેની બેઝ પ્રાઇઝ કરતા 51 ગણાં વધારે ભાવ એટલે કે, 5.25 કરોડ ના ભાવ થી ખરીદાયો છે. શાહરુખખાન સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીમાં તેના પ્રદર્શનને લઇને ચર્ચામાં રહ્યો હતો.

ઓકશન દરમ્યાન 111.10 કરોડ રુપિયા વિદેશી ખેલાડીઓ પર ખર્ચ કરવામાં આવ્યા હતા. તો ભારતીય ખેલાડીઓ પર માત્ર 43 કરોડ રુપિયા જ ખર્ચ કરવામાં આવ્યા હતા. ઓકશનમાં વેચાણ થયેલા ભારતીય ખેલાડીઓની સંખ્યા વધારે છે, જેમાં મોટાભાગના ખેલાડી અનકેપ્ડ છે. મોટાભાગના અનકેપ્ડ પ્લેયરરને તેમની બેઝ પ્રાઇઝ પર જ ખરીદ કરવામાં આવ્યા છે. તો વિદેશી ખેલાડીઓને ખરિદતી વખચે પૈસાની મર્યાદાને જોવામાં જ નહોતી આવી. પંજાબ કિંગ્સ ની પાસે ઓકશન પહેલાલ જ 53.20 કરોડ હતા. જેમાંથી તેણે ઓકશનમાં 34.40 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. તેના બાદ આરસીબી પાસે 35.9 કરોડ રુપિયા હતા, અંતમાં તેની પાસે માત્ર 35 લાખ રુપિયા જ બચ્યા હતા. તેણે 35.55 કરોડ ખર્ચ કર્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાજસ્થાન રોયલ્સ પાસે 34.80 કરોડ રુપિયા હતા અને તેણે 21 કરોડ રુપિયાની આસપાસનો ખર્ચ કર્યો હતો. સૌથી ઓછા પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદે ખર્ચ કર્યા હતા. ચેમની પાસે 10.70 કરોડ રુપિયા હતા. જેમાંથી તેણે 3.80 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. મુંબઇ એ 15.30 કરોડ રુપિયામાંથી 11.70 કરોડ રુપિયા વાપર્યા હતા. કલકત્તાએ 10.70 કરોડમાંથી 3.20 કરોડ જ બચાવ્યા હતા. તો દિલ્હી કેપિટલ્સ એ 12.90 કરોડમાંથી 2.15 કરોડ અને ચેન્નાઇ એ 22.9 કરોડ રુપિયામાંથી 2.55 કરોડ રુપિયા જ બચાવ્યા હતા.

Next Article