IPL Points Table 2026: રોહિત-વિરાટ બંને પાછળ રહી ગયા, PBKSની જીત પછી પણ આ ટીમ છે ટોપ પર!

Updated IPL 2026 Points Table: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચ પછી ટેબલની સ્થિતિમાં શું બદલાવ આવ્યો? કઈ ટીમે જીત મેળવી અને કઈ ટીમને હારનો સામનો કરવો પડ્યો- અને તેનો પોઈન્ટ્સ ટેબલ પર કેટલો અસર થયો, જાણો તમામ અપડેટસ્.

IPL Points Table 2026: રોહિત-વિરાટ બંને પાછળ રહી ગયા, PBKSની જીત પછી પણ આ ટીમ છે ટોપ પર!
IPL 2026 Points Table Update After PBKS vs GT 31st March 2026 Match
Image Credit source: Social Media
| Updated on: Apr 01, 2026 | 8:56 AM

IPL 2026માં 31 માર્ચની સાંજે રમાયેલા મુકાબલામાં પંજાબ કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ મુલ્લાંપુર ખાતે ગુજરાત ટાઇટન્સને હરાવી મહત્વપૂર્ણ જીત મેળવી. જોકે આ જીત છતાં પોઈન્ટ્સ ટેબલમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સ્થિતિ લગભગ અગાઉ જેવી જ યથાવત રહી છે.

PBKS એ આ મેચ જીતીને જીતનું ખાતું ખોલ્યું અને ટીમના માટે 2 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ ઉમેરાયા. બીજી તરફ GT ને હારના કારણે તે જ પ્રકારનું નુકસાન સહન કરવું પડ્યું.

જીત છતાં પણ ટોચ પર બદલાવ નહીં

શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સે જીત મેળવી હોવા છતાં પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર કોઈ બદલાવ આવ્યો નથી. આ જીતનો સીધો ફાયદો અન્ય મોટી ટીમોને પણ થયો નથી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમો પણ પોતાના સ્થાનમાં કોઈ સુધારો કરી શકી નથી.

હાલમાં ટોચ પર RR નો જ દબદબો છે. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની હાજરી ધરાવતી આ ટીમ સતત નંબર-1 સ્થાન પર ટકી રહી છે.

RR ટોચ પર કેમ?

સવાલ એ થાય કે જ્યારે અન્ય ટીમોએ પણ પોતાના મેચ જીતી છે, તો રાજસ્થાન રોયલ્સ જ ટોચ પર કેમ છે? તેનો જવાબ નેટ રન રેટમાં છુપાયેલો છે. IPL જેવી મોટી લીગમાં માત્ર જીત જ મહત્વપૂર્ણ નથી, પરંતુ જીતનું અંતર કેટલુ છે તે પણ મહત્વનું છે. મોટા અંતરે જીતવાથી ટીમનો નેટ રન રેટ સુધરે છે, જે સીધો પોઈન્ટ્સ ટેબલમાં તેની સ્થિતિ પર અસર કરે છે.

Top 4 ટીમ

દરેક ટીમે અત્યાર સુધી એક-એક મેચ જીતી છે અને ચારેય ટીમોના 2-2 પોઈન્ટ્સ છે. પરંતુ નેટ રન રેટના આધારે તેમની સ્થિતિ અલગ છે:

  • રાજસ્થાન રોયલ્સ- નેટ રન રેટ: 4.171
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ- 2.907
  • મુંબઈ ઈન્ડિયન્સ- 0.687
  • પંજાબ કિંગ્સ- 0.509

હારનારી ટીમોને શું નુકસાન?

જેમ ચાર ટીમોએ જીત મેળવી છે, તેમ ચાર ટીમોએ હાર પણ સ્વીકારી છે. હારનારી ટીમો માટે સૌથી મોટું નુકસાન એ રહ્યું કે તેમનો નેટ રન રેટ માઈનસમાં ગયો છે. CSK, KKR, SRH અને GT જેવી ટીમો હાલ આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

આગામી મેચોમાં જો આ ટીમો સારું પ્રદર્શન કરશે તો તેઓ ફરીથી ટેબલમાં આગળ આવી શકે છે, નહિતર તેમના માટે ટૂર્નામેન્ટ મુશ્કેલ બની શકે છે.

હજુ મેચ બાકી

હજુ LSG અને DC નો IPL 2026માં પોતાનો પહેલો મુકાબલો રમવાનો બાકી છે. આ બંને ટીમોનું પ્રદર્શન પણ ટેબલના આગામી ફેરફારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Apple’s 50th Anniversary: એપલનો 50 વર્ષનો વારસો! ગેરેજમાં તેની શરૂઆત કેવી રીતે થઈ, વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કેવી રીતે બની?

Follow Us