
IPL 2026 ની ફાઇનલ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે નહીં. IPL ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. જોકે, આ વખતે એવું નહીં થાય. IPL 2026ની ફાઇનલ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2026ના પ્લેઓફ માટેના સ્થળોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ન્યૂ ચંદીગઢ સહિત અમદાવાદ અને ધર્મશાળા સહિત ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.
BCCIના IPL 2026ની ફાઈનલ વેન્યુમાં ફેરફાર કરવાનું કારણ ‘MLA’ વિવાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિવાદે સુરક્ષાના કારણો અને રાજનીતિક ધર્ષણના કારણે બોર્ડની ચિંતા વધી ગઈ હતી. ત્યારે બીસીસીઆઈએ કોઈ રિસ્ક ન લેતા આઈપીએલની ફાઈનલનું વેન્યુમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
આઈપીએલ 2025ની ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ દેશના 2 શહેરોમાં રમાશે. ક્વોલિફાયર 1નું આયોજન ધર્મશાળામાં કરવામાં આવ્યું છે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ચંદીગઢમાં રમાશે.
MLA વિવાદ આઈપીએલ 2026ની ઓપનિંગ મેચ પહેલા શરુ થયો હતો. જનપ્રતિનિધિ વીઆઈપી હોય છે. તેમણે લાઈનમાં ઉભા રહેવું જોઈએ નહી. MLA માટે 5 ટિકિટની પણ માંગ કરી હતી. ત્યારબાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કેશિવકુમારે કહ્યું કે, MLA અને એમપીને આરસીબીની મેચ માટે 3-3 ટિકિટ આપવામાં આવે. નાયબ મુખ્યમંત્રીના આ નિવેદન પછી મામલો ગરમાયો હતો. ટિકિટના દુરઉપયોગના આરોપ લગાવ્યા બાદ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે જ્યારે ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવે છે, ત્યારે દુરુપયોગનો કોઈ પ્રશ્ન જ નથી. જોકે, વિવાદનો અંત ન આવે તે રીતે, બીસીસીઆઈએ આઈપીએલ 2026 ની ફાઇનલ ત્યાં ન યોજવાનો નિર્ણય લીધો.
આ સતત બીજી વખત છે જ્યારે અમદાવાદ IPL ફાઇનલનું આયોજન કરશે. અહીં 2022 અને 2023 માં પણ આયોજન કરવામાં આવ્યું હતું.આઈપીએલની શરુઆત 28 માર્ચથી થઈ હતી. જ્યારે આઈપીએલ 2026ની ફાઈનલ 31 મેના રોજ રમાશે. છેલ્લી લીગ મેચ 24 મેના રોજ રમાશે. પ્લેઓફ અને ફાઈનલની તારીખ હજુ જાહેર થઈ નથી,પરંતુ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Published On - 12:42 pm, Wed, 6 May 26