AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Breaking News: KKRની મુશ્કેલી વધી! મળ્યો મોટો ઝટકો, આકાશ દીપ થયો બહાર, નવા પેસર તરીકે સૌરભ દુબેની થશે એન્ટ્રી

KKRને IPL 2026 પહેલા આકાશ દીપની ઈજાના કારણે મોટો ઝટકો લાગ્યો છે. હવે ટીમે 28 વર્ષના વિદર્ભના સૌરભ દુબેનેને KKRએ પસંદ કર્યો છે.

IPL 2026 Breaking News: KKRની મુશ્કેલી વધી! મળ્યો મોટો ઝટકો, આકાશ દીપ થયો બહાર, નવા પેસર તરીકે સૌરભ દુબેની થશે એન્ટ્રી
IPL 2026 Breaking News KKR Signs Saurabh Dubey as Replacement for Injured Akash Deep Image Credit source: Social Media
| Updated on: Mar 23, 2026 | 8:11 AM
Share

IPLના નવા સીઝન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પરિસ્થિતિ થોડી મુશ્કેલ બની ગઈ છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલરોમાંના હર્ષિત રાણા અને આકાશ દીપ પણ ઈજાને કારણે આખા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ,મથિશા પથિરાના પણ હજી સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે ટીમના પેસ આક્રમણ પર સીધી અસર પડી રહી છે.

આ પરિસ્થિતિમાં KKRએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને નવો ખેલાડી ટીમમાં સામેલ કર્યો છે. સતત ઈજાઓ અને બોલિંગ વિભાગમાં ઘટતી તાકાતને ધ્યાનમાં રાખીને ટીમે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી એક નવા વિકલ્પ પર વિશ્વાસ મૂક્યો છે. રિપોર્ટ્સ અનુસાર, KKRએ વિદર્ભ માટે રમતા ડાબોડી ફાસ્ટ બોલર સૌરભ દુબેને સ્ક્વોડમાં સામેલ કર્યો છે.

વિકેટ ન લીધી, તો પછી તક કેમ મળી?

દુબે વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમણે અત્યાર સુધી T20 ફોર્મેટમાં ખાસ સફળતા મેળવી નથી. તેમણે મર્યાદિત મેચો રમ્યા છે અને T20માં હજુ સુધી એકપણ વિકેટ મેળવી શક્યા નથી. છતાં, ટીમ મેનેજમેન્ટે તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે. લિસ્ટ-એ અને અન્ય ફોર્મેટમાં તેમનો પ્રદર્શન નોંધપાત્ર રહ્યો છે, જ્યાં તેમણે ઓછી મેચોમાં સારી સંખ્યામાં વિકેટ લીધી છે.

તો પછી પ્રશ્ન ઉદ્ભવે છે કે KKRએ તેમને કેમ પસંદ કર્યા? તેનો મુખ્ય કારણ છે તેમનો ડાબોડી પેસર હોવો. ટીમને ડાબોડી ઝડપી બોલરની જરૂર હતી, ખાસ કરીને જ્યારે મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી છોડવો પડ્યો હતો. દુબે લાંબા કદના બોલર છે અને તેમની બોલિંગમાં સારો બાઉન્સ તેમજ સ્વિંગ બંને છે, જે તેમને અસરકારક બનાવે છે.

દ્રવિડ સાથે પણ આ ખાસ કનેક્શન

સૌરભ દુબેનું એક ખાસ કનેક્શન પણ છે. તેઓએ રાહુલ દ્રવિડ સાથે પણ કામ કર્યું છે. જ્યારે દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા હતા, ત્યારે એમર્જિંગ એશિયા કપમાં દુબેએ તેમના માર્ગદર્શન હેઠળ સારી બોલિંગ કરી હતી અને ઓછા મેચોમાં નોંધપાત્ર વિકેટ્સ લીધી હતી.

આ પહેલા પણ દુબે IPL સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ રહ્યા હતા, પરંતુ ઈજાને કારણે તેઓ ડેબ્યૂ કર્યા વગર જ બહાર થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સાથે નેટ બોલર તરીકે જોડાયેલા હતા. હવે લગભગ ચાર વર્ષ પછી તેમને ફરી એક મોટી તક મળી છે.

હવે જોવાનું રહેશે કે સૌરભ દુબે આ તકનો કેટલો લાભ ઉઠાવે છે અને KKR માટે કેટલી અસરકારક સાબિત થાય છે.

23 માર્ચના મહત્વના સમાચાર :વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">