IPL 2023 Final Weather and Toss Update: ક્યારે શરુ થશે મેચ? કેવી રીતે થશે ચેમ્પિયનનો ફેંસલો, જાણો તમામ સવાલના જવાબ
IPL 2023 Final Weather: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાનારી છે. આ પહેલા જ વરસાદ વિલન બની વરસતા ટોસ નિર્ધારીત સમયના દોઢ કલાકે પણ થઈ શક્યો નહોતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 Final મેચ રમાનારી છે. મેચના ટોસ પહેલા જ ધોધમાર વરસાદ વરસવાને લઈ મેચનો ટોસ નિર્ધારીત સમયના દોઢ કલાક બાદ પણ થઈ શક્યો નહોતો. વરસાદને લઈ મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદ રોકાતા રાહત લાગી રહ્યા હતી, ત્યાં ફરી વરસાદ વરસવો શરુ થયો હતો. ફાઈનલની મેચ મોડી શરુ થશે કે કેમ એ પણ આશંકા ચાહકોને સતાવી રહી છે તો. 8.40 સુધી કોઈ જ અપડેટ ટોસ અને મેચ શરુ થવાને લઈ સામે આવ્યુ નહોતુ. હવે સવાલ એ વાતનો થઈ રહ્યો છે, જો સ્થિતી વરસાદી જ રહી તો આગળ શુ થઈ શકે છે.
આ દરમિયાન એક કન્ફ્યૂઝ સામે આવ્યુ હતુ કે, આઈપીએલ ફાઈનલને લઈ રિઝર્વ ડેનુ પ્રાવધાન નથી. સ્વભાવિક રીતે જ આઈપીએલ જેવી વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ અને સૌથી મોટી ક્રિકેટ લીગની ફાઈનલ માટે રિઝર્વ ડે નહીં હોવાને લઈ ચોંકાવનારી વાત છે. જોકે સાચી વાત એ નથી.
ક્યારે શરુ થશે IPL Final
રિઝર્વ ડેને લઈ કન્ફ્યૂઝ થવાની કોઈ જ જરુર નથી. IPL Final માટે રિઝર્વ ડે રાખવામાં આવેલો છે અને આ માટેની જોગવાઈ 29 મે એટલે કે સોમવારના દિવસની કરવામાં આવેલ છે. ફાઈનલની સ્થિતી મુજબ નિર્ધારીત દિવસે વરસાદને લઈ સમય પર મેચ શરુ થઈ શકતી નથી તો, રાત્રીના 9.35 મિનિટ સુધીનો સમય નિર્ધારીત સંપૂર્ણ ઓવર્સની રમાઈ શકે છે. ત્યાર બાદ શરુ થતી મેચની ઓવર કપાઈ શકે છે. એટલે કે 9.35 સુધીમાં મેચ શરુ થાય તો પૂરો રોમાંચ માણી શકાય છે.
Scenarios for the night:
9️⃣:4️⃣0️⃣ – Full Game 1️⃣1️⃣:5️⃣6️⃣ – Five Over Game No Game – Reserve Day Tomorrow#CSKvGT #IPL2023 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
મેચ મોડી શરુ થાય તો કેટલી ઓવર્સ કપાશે?
- મેચ રાત્રે 9.45 કલાકે શરૂ થશે તો 19-19 ઓવરની મેચ રમાશે.
- 10 વાગ્યે શરૂ થશે તો મેચ 17-17 ઓવરની હશે,
- 10.15 થી 10.30 વચ્ચે શરૂ થાય છે, તો 15-15 ઓવરની મેચ શક્ય બનશે.
UPDATE from Ahmedabad 🚨
Overs will start reducing after 9:35 PM IST. #TATAIPL | #Final
— IndianPremierLeague (@IPL) May 28, 2023
સુપર ઓવર થઈ શકે છે?
જો આમ નહીં થાય તો 5-5 ઓવરની મેચ રમાઈ શકે છે. આ માટે રાત્રે 12.06 વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ આ માટે તૈયાર થવુ જરૂરી છે, જો આમ નહીં થાય તો સોમવારે રિઝર્વ ડે ના દિવસે મેચ રમાઈ શકે છે. આ જ નિયમો રિઝર્વ ડેમાં પણ લાગુ કરવામાં આવશે અને જો 5-5 ઓવર પણ શક્ય ન હોય તો સુપર ઓવરથી મેચનો નિર્ણય લેવામાં આવશે.
રિઝર્વ ડે પર મેચ શક્ય ના થઈ તો?
જો IPL Final રિઝર્વ ડે પર રમાઈ શકતી નથી અને વરસાદ અને અન્ય કારણસર મેચ રમાઈ શકાતી નથી તો. ફાઈનલ માટે આઈપીએલના પહેલાથી નિયત નિયમ મુજબ ચેમ્પિયન પસંદ કરવામાં આવી શકે છે. અંતિમ IPL સિઝનની પ્લેઇંગ કન્ડીશન મુજબ, જો મેચ રિઝર્વ ડે પર પણ યોજવામાં ન આવે, તો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને જ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે આ સિઝનમાં પણ તેનો અમલ કરવામાં આવે. આ સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ વિજેતા બનશે.