IPL 2022 Qualifier 2 મેચ જોવા જતા પહેલા જાણી લો આ રુટ રહેશે બંધ, આ છે તેનો વૈકલ્પિક રુટ

|

May 27, 2022 | 1:45 PM

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી TATA IPL 2022ની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ તારીખ 27 અને 29 મે એમ બે દિવસ યોજાશે જેમાં આવનારા પ્રેક્ષકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુના કુલ 31 પાર્કિંગ લોકેશન બનાવવામાં આવેલ છે. જાણો ક્યો રુટ બંધ રહેશે

IPL 2022 Qualifier 2 મેચ જોવા જતા પહેલા જાણી લો આ રુટ રહેશે બંધ, આ છે તેનો વૈકલ્પિક રુટ
મેચ જોવા જતા પહેલા જાણી લો, આ રુટ રહેશે બંધ જાણો તેનો વૈકલ્પિક રુટ
Image Credit source: File photo

Follow us on

IPL 2022 Qualifier 2 : અમદાવાદમાં આજે અને 29 મે એમ બે દિવસ ક્રિકેટ લીગનો રોમાંચ છવાયો છે. વિશ્વની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટની બે મહત્વની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે. ક્રિકેટ લીગની એલિમિનેટર અને ફાઈનલ માટે પ્રેક્ષકોની ક્ષમતા પર કોઈ પ્રતિબંધ ન હોવાથી બંને મેચમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરેયાલું રહેશે. તેમણે નિયત કરેલા પાર્કિંગ સ્થળ ઉપર પોતાના વાહન પાર્ક કરવાના રહેશે.
આજે યોજાનારી મેચને પગલે મોટેરા ટીથી જનપથ (Janpath) સુધીનો રોડ મેચ શરુ થાય ત્યારથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી રોડ બંધ રહેશે, વૈકલ્પિક રુટ તરીકે વિસત ટીથી તપોવન સર્કલ , ભાટ અને કોટેશ્વરથી અવર જવર કરી શકાશે.

તમારે 3 કિલોમીટર જેવું ચાલવું પડશે

ક્રિકટ લીગની મેચના 27 અને 29 મેના દિવસે AMTS અને BRTSની બસો વિવિધ રૂટ ઉપર દોડાવાશે. 27મીએ બપોરે ત્રણથી AMTSની 54 બસ મુકવામાં આવી છે. સ્પેશિયલ રૂટ ઉપર 12 બસ મુકવામાં આવી છે. ત્યારે જો તમે પોતાનું વાહન લઇને જશો તો તમારે 3 કિલોમીટર જેવું ચાલવું પડશે. પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા સ્ટેડિયમના ગેટથી ઘણી દૂર રાખવામાં આવી છે જેના કારણે પ્રેક્ષકોને ઘણી મુશ્કેલી થવાની આશંકા છે.

શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં AMTS 116 બસો અને BRTSની 56 બસ મુકવામાં આવશે. અનેક રૂટને ડાયવર્ઝન અપાયા છે. મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું રહેશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ટિકિટની વાત કરીએ તો ક્રિકેટ લીગ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ 65 હજાર રૂપિયાની જ્યારે સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયાની છે. બે વર્ષ પછી પ્રથમ વખત સ્ટેડિયમ પુરી ક્ષમતા સાથે ભરાશે.

5000થી વધુ પોલીસ કર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તૈનાત

નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં 5000થી વધુ પોલીસ કર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તૈનાત કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સની મેચને જીતશે તેવી વાતને લઈને સટ્ટ બજાર પણ હાલ ગરમાઈ ગયું છે જેથી શહેર પોલીસવિભાગ દ્વારા સટોડીયાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અને તમમાં એવા અસમાજિક તત્વોનું સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ સમસ્યા સર્જાય નહિ તેના માટે થઈને રાજ્ય પોલીસ અને શહેર પોલીસ હાલ સ્ટેન્ડ બાય મોડ પર જોવા મળી રહી છે.

Next Article