IPL 2022 ધોની જેવા વિકેટ કીપર બેટ્સમેનને આવતા વર્ષે CSKમાં સામેલ કરવામાં આવશે, જાણો કોણ છે આ ખેલાડી

|

Nov 09, 2021 | 4:30 PM

ICC T20 વર્લ્ડ કપ બાદ તમામની નજર મેગા ઓક્શન પર રહેશે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન સંજુ સેમસન CSK ટીમ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે

IPL 2022 ધોની જેવા વિકેટ કીપર બેટ્સમેનને આવતા વર્ષે CSKમાં સામેલ કરવામાં આવશે, જાણો કોણ છે આ ખેલાડી
chennai super kings

Follow us on

ICC T20 વર્લ્ડ કપ 2021 પૂરા થયા પછી તરત જ IPL 2022 મેગા ઓક્શનને લઈને ઉત્સાહ વધશે. રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals)ના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) પોતાની ટીમ છોડવાનું મન બનાવી લીધું છે. તેના CSKમાં જોડાવાના અહેવાલો છે.

આ ખેલાડી શ્રેષ્ઠ બેટ્સમેન છે

સંજુ સેમસન (Sanju Samson)ની ગણતરી IPLના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેણે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેની સિક્સર મારવાની કળાથી દરેક વાકેફ છે. સંજુ શરૂઆતમાં ક્રિઝ પર સમય વિતાવે છે, ત્યારબાદ તે ઝડપી ગતિએ રન બનાવે છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ (Bowling)ઓર્ડરને તોડી શકે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સંજુ CSK ટીમ સાથે જોડાશે!

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન CSK માટે રમી શકે છે. સંજુએ ટ્વિટર પર રાજસ્થાન રોયલ્સ ટીમને અનફોલો કરી દીધી છે. જેના કારણે તેના ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જવાની અટકળો લગાવવામાં આવી રહી છે, સંજુ આવતા વર્ષે યોજાનારી IPL મેગા ઓક્શનમાં જઈ શકે છે. એવા અહેવાલો છે કે મહેન્દ્ર સિંહ ધોની આવતા વર્ષે CSK માટે છેલ્લી IPL ટૂર્નામેન્ટ રમશે. ધોનીની નિવૃત્તિ બાદ CSKને વિકેટ કીપર બેટ્સમેનની જરૂર પડશે. જે કેપ્ટન પણ કરી શકે છે. જેના માટે સંજુ ફિટ બેસે છે.

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું

સ્ટીવ સ્મિથની વિદાય બાદ સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમની કપ્તાનીમાં ટીમ માત્ર 5 મેચ જીતી શકી હતી અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2021માં રાજસ્થાન રોયલ્સની ટીમ 7મા નંબર પર હતી. IPL 2021માં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 મેચમાં 484 રન બનાવ્યા જેમાં એક ધમાકેદાર સદીનો સમાવેશ થાય છે. સંજુએ IPLમાં 121 મેચ રમી છે. તેની પાસે અપાર અનુભવ છે.

આગામી વર્ષે મેગા ઓક્શન થશે

IPL 2022માં 10 ટીમો રમતા જોવા મળશે, કારણ કે લખનૌ અને અમદાવાદ IPL સાથે જોડાયેલી બે નવી ટીમો છે. જેના કારણે આવતા વર્ષે મેગા હરાજી થવાની છે. તમામ જૂની ટીમો તેમના જૂના 4 ખેલાડીઓને જાળવી શકશે, બાકીના ખેલાડીઓએ મેગા ઓક્શનમાં પ્રવેશ કરવો પડશે. જેના કારણે ઘણા ખેલાડીઓને અન્ય ટીમોમાંથી પણ રમતા જોઈશું

આ પણ વાંચો : Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ

Next Article