Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ

Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ
Kamla Nehru Hospital

આગને કાબુમાં લેવા માટે અન્ય વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને તબીબોની ટીમો બોલાવવામાં આવી હતી. આગ કાબુમાં આવ્યા બાદ પણ અંદર ધુમાડાના ગોટેગોટા ભરાયા હોવાથી અધિકારીઓ કંઈ કહેવા તૈયાર ન હતા.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Nov 09, 2021 | 1:34 PM

ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલ (Kamla Nehru Hospital) બિલ્ડીંગમાં કાર્યરત હમીદિયા હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં સોમવારે આગ લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. હમીદિયા હોસ્પિટલ કેમ્પસમાં આગની આ ઘટના બિલ્ડીંગના ત્રીજા માળે સ્થિત બાળરોગ વિભાગમાં બની હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર બાળકોના મોત થયા છે. રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે મીડિયાને જણાવ્યું કે વોર્ડમાં 40 બાળકો હતા. જેમાંથી 36 સલામત છે. દરેક મૃતકના માતા-પિતાને 4 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આગ લાગતા જ થોડી જ વારમાં સ્થિતિ એવી હતી કે કોઈને કંઈ દેખાતું ન હતું. જોકે, જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, NICUમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યાં સમગ્ર વોર્ડ નજીવા ફાયરના સાધનો પર નિર્ભર છે. ફાયરના ધારાધોરણો મુજબ એક્ઝિટ ગેટ નથી. 21 વર્ષ જૂની ઈમારતમાં ફાયર હાઈડ્રાઈડ્સ લગાવવામાં આવ્યા છે, પરંતુ લાંબા સમયથી રિપેરિંગ ન થવાને કારણે તે બંધ પડયા છે.

આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે એનઆઈસીયુ અને વોર્ડ ધુમાડાના ગોટેગોટા બની ગયા હતા. સ્થિતિ એવી હતી કે લોકો એકબીજાને જોઈ પણ શકતા ન હતા. જેના કારણે બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં પણ મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોને હોસ્પિટલ પરિસરમાં જ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, જ્યાં આગ લાગી હતી તે ચિલ્ડ્રન વોર્ડને ટૂંક સમયમાં નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવનાર હતો. પરંતુ તે પહેલા જ આ અકસ્માત થયો હતો.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે આગને પગલે વીજ પુરવઠો બંધ થવાને કારણે હોસ્પિટલના અન્ય બાળકોના વોર્ડમાં વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા. જેમાં બેટરી બેકઅપ પૂરો થયા બાદ કેટલાક વેન્ટિલેટર પણ કામ કરતા બંધ થઈ ગયા હતા. જે બાદ વેન્ટીલેટર પર રહેતા બાળકોને અંબુબાગમાંથી ઓક્સિજન આપવો પડ્યો હતો, બાદમાં આ બાળકોને પણ બીજા માળે આવેલા સર્જરી વોર્ડમાં ખસેડવા પડ્યા હતા.

આ માટે સ્ટોરમાંથી 40 થી 50 ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સાધનો તાત્કાલિક મંગાવવામાં આવ્યા હતા. આગને કાબુમાં લેવા માટે અન્ય વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને ડોકટરોની ટીમો બોલાવવામાં આવી હતી. આગ બુઝાઈ ગયા બાદ પણ અંદર ધુમાડો ભરાઈ ગયો હોવાથી અધિકારીઓ કંઈ કહેવા તૈયાર ન હતા. અહીં હોસ્પિટલની બહાર બાળકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. અનેક મહિલાઓ રડતી જોવા મળી હતી. તેઓ એવી પણ રાહ જોઈ રહ્યા હતા કે અંદરનો ધુમાડો દૂર થાય તો બહાર થોડી માહિતી મળી શકે.

આ પણ  વાંચો : Aryan Khan Drug Case : દેવેન્દ્ર ફડણવીસની મહત્વની જાહેરાત બાદ નવાબ મલિક 1 વાગ્યે કરશે પલટવાર

આ પણ વાંચો : Sooryavanshi : અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં રોહિત શેટ્ટીએ કરી દીધી મોટી ભૂલ, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati