IPL 2022 : રાજસ્થાનના રાજકુમારોને હરાવીને ગુજરાતના ટાઈટન્સે જીત્યું IPLનું ટાઈટલ, ચાહકોએ Meme શેયર કરીને પાઠવ્યા અભિનંદન

|

May 30, 2022 | 9:52 AM

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPL 2022નું ટાઇટલ જીત્યું હતું. આ જીતથી ગુજરાતના ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

IPL 2022 : રાજસ્થાનના રાજકુમારોને હરાવીને ગુજરાતના ટાઈટન્સે જીત્યું IPLનું ટાઈટલ, ચાહકોએ Meme શેયર કરીને પાઠવ્યા અભિનંદન
ipl 2022 final

Follow us on

IPL 2022માં પદાર્પણ કરતી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વિશ્વની સૌથી પ્રખ્યાત લીગની નવી ચેમ્પિયન બની છે. આ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગને 6 વર્ષ બાદ નવો ચેમ્પિયન મળ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતે પણ તેની IPL 2022ની ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. ગુજરાતની ટીમ ડેબ્યૂ સિઝનમાં ટાઈટલ જીતનારી માત્ર બીજી ટીમ છે. ટાઈટલ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 130 રન બનાવ્યા હતા.

જવાબમાં ગુજરાતે 3 વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાતના ચાહકો તેમની ટીમના આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ફની રિએક્શન આપીને જીતની ઉજવણી કરી રહ્યા છે. #IPLFinal અને #GujaratTitans જેવા હેશટેગ્સ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે. ચાહકોએ આ હેશટેગ સાથે તેમનો પ્રતિભાવ આપ્યો અને બધા હાર્દિક પંડ્યાના 3D પ્રદર્શન (Batting, Bowling and Captaincy) વિશે ચર્ચા કરી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અહીં ચાહકોની પ્રતિક્રિયા જુઓ……………

IPL 2022ની ફાઈનલ મેચમાં ગુજરાતે રાજસ્થાનને હરાવીને પોતાના જ રેકોર્ડની બરાબરી કરી હતી. 2008માં પ્રથમ સિઝનનું ટાઈટલ જીતનારી રાજસ્થાન પછી ગુજરાત પહેલી ટીમ બની હતી. જેણે ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પહેલીવાર IPLની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિકે પોતાની ટીમને શાનદાર રીતે લીડ કરી એટલું જ નહીં પરંતુ પોતે પણ આગળ વધીને પોતાના જોરદાર પ્રદર્શનથી એક ઉદાહરણ સ્થાપિત કર્યું.

Next Article