AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને 3 વર્ષ માટે રિટેન કરશે, આ 2 ખેલાડીઓ પણ ટીમમાં રહેશે, રૈનાનું પત્તા કપાયું !

ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને ત્રણ વર્ષ માટે રિટેન કરવાનો નિર્ણય લીધો છે, તેના સિવાય બે વધુ ખેલાડીઓ ટીમમાં રહેશે.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને 3 વર્ષ માટે રિટેન કરશે, આ 2 ખેલાડીઓ પણ ટીમમાં રહેશે, રૈનાનું પત્તા કપાયું !
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 1:26 PM
Share

IPL 2022:  મેગા ઓક્શન (Mega auction) પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) એમએસ ધોનીને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, ધોની આગામી ત્રણ વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. ધોની ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (All-rounder Ravindra Jadeja) અને ઓપનર ઋતુરાજ ગાયકવાડને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી સફળ બેટ્સમેન (Batsman) સુરેશ રૈનાને જાળવી રાખવામાં આવશે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો રિટેન કરાયેલ ખેલાડી કોણ હશે તે હજુ નક્કી થયું નથી. એક ન્યુઝ અહેવાલ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ મોઈન અલીને જાળવી રાખવા માંગે છે, જો કે તેઓ આ માટે સંમત છે કે નહીં તે હજુ નક્કી નથી. જો મોઈન અલી (Moin Ali) સહમત ન થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સ સેમ કરણને રિટેન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ફ્રેન્ચાઇઝી(Franchise)એ 30 નવેમ્બર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. તમામ ફ્રેન્ચાઇઝી માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકે છે. જેમાં 3 ભારતીય અને એક વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે.

ધોની આગામી ત્રણ વર્ષ IPL રમશે !

ધોનીને જાળવી રાખવામાં નવાઈની વાત નથી કારણ કે, આ ખેલાડીના આધારે ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. ટીમના માલિક એન શ્રીનિવાસને પોતે પણ આ વાત સ્વીકારી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના એક કાર્યક્રમમાં પણ સંકેત આપ્યો હતો કે તે IPL રમવાનું ચાલુ રાખશે. ધોનીએ કહ્યું હતું કે, ‘મેં હંમેશા મારા ક્રિકેટનું પ્લાનિંગ કર્યું છે. મારી છેલ્લી ODI મેચ રાંચીમાં હતી. આશા છે કે મારી છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં છે. તે આગામી પાંચ વર્ષમાં છે કે કેમ, મને ખબર નથી.’ ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને ત્રણ વર્ષ માટે જાળવી રાખ્યો છે, એટલે કે ધોની આગામી ત્રણ વર્ષ માટે મેદાનમાં ઉતરશે.

દિલ્હીના 4 ખેલાડીઓ નક્કી !

દિલ્હી કેપિટલ્સના કેમ્પમાંથી સમાચાર આવી રહ્યા છે કે તેણે પોતાના ચાર રિટેન કરેલા ખેલાડીઓને ફિક્સ કરી દીધા છે. દિલ્હીએ કેપ્ટન રિષભ પંત, પૃથ્વી શો, અક્ષર પટેલને રિટેન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે આ ટીમ વિદેશી ખેલાડી એનરિક નોરખિયાને રિટેન કરવા જઈ રહી છે. મોટા સમાચાર એ છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ ફ્રેન્ચાઈઝી છોડવા જઈ રહ્યા છે. તેને નવી ફ્રેન્ચાઇઝી લખનૌનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : IPL : આ ખેલાડીઓ સૌથી વધુ IPL ટીમો સાથે રમ્યા છે, 8 ટીમો સાથે રમવાનો રેકોર્ડ ધરાવે છે

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">