IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો

|

Apr 13, 2021 | 10:55 AM

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એટલે એક નિડર બોલર તરીકે માનવામાં આવે છે. જે વિકેટની શોધમાં થોડા ઘણાં રન લુંટાવવાથી પણ નથી ડરતો.

IPL 2021: યુઝવેન્દ્ર ચહલનુ મગજ જાણે કોમ્પ્યુટર ! ચેસની રમતમાં એકસાથે ત્રણ ખેલાડીઓનો પડકાર ઝીલ્યો
Yuzvendra Chahal

Follow us on

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એટલે એક નિડર બોલર તરીકે માનવામાં આવે છે. જે વિકેટની શોધમાં થોડા ઘણાં રન લુંટાવવાથી પણ નથી ડરતો. તેની બોલીંગમાં તેની આવડ અને તેના મગજ બંનેનુ મિશ્રણ પણ જોવા મળે છે. એટલે કે એક પ્રકારે ચતુરાઇ તેની બોલીંગ દરમ્યાન જોવા મળે છે. બોલને હાથમાંથી રિલીઝ કરવાના અંતિમ પળ સુધી બેટ્સમેનના મગજને વાંચતો રહે છે. આ જ કારણે તેને સફળતા મળતી રહેતી હોય છે.

વાત પણ સ્પષ્ટ છે. તેના શારિરીક બાંધાના પ્રમાણમાં તે પોતાના બોલીંગ પ્રદર્શનને લઇને લઇને જ મજબૂત બોલર તરીકે ઉભરી શક્યો છે. જેમાં તેના મગજની ભૂમિકા પણ વધારે છે. તેનુ મગજ પણ કસાયેલુ રહે છે, તેની અન્ય એક રમત થી, જેને તે ક્રિકેટ થી પહેલા રમતો હતો. ત્યારે પણ તે શોખના કારણે જ તે રમતને રમી લેતો હતો. તે ચેસની રમત તો, મગજ થી હાર અને જીત મેળવવાની આ રમતમાં ચહલ જૂનિયર લેવલ પર ચેમ્પિયન પણ રહી ચુક્યો છે. FIDE ની રેન્કીંગમાં પણ તેનુ નામ દર્જ થઇ ચુકેલુ છે. વર્તમાનમાં ક્રિકેટરના રુપમાં ઓળખ બનાવવા છતાં પણ યુઝવેન્દ્ર ચહલ મોકો મળતા જ ચેસ રમતો જોવા મળતો હોય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક ચહલ, ત્રણ ચેલેન્જર
હવે તેની જ શેર કરેલા ફોટોને જ જોઇ લો, એક સાથે 3-3 ખેલાડીઓને ચેલેન્જ કરતો નજર આવી રહ્યો છે યુઝવેન્દ્ર ચહલ. તસ્વીર મુજબ ચેસની રમતમાં ચેલેન્જ કરી રહેલા ખેલાડીઓમાં એક એબી ડિવિલીયર્સ, બીજો મહંમદ સિરાજ અને ત્રીજો વોશિંગ્ટન સુંદર છે. ચહલ આ ત્રણેયના પડકારનો સામનો એકલો જ કરી રહ્યો છે.

આઇપીએલ 2021 ની પ્રથમ મેચમાં RCB અને ચહલ
આઇપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) તેમની પ્રથમ મેચ સિઝનના ઓપનિંગ ડે પર મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે રમી હતી. RCB એ તે મેચ 2 વિકેટ થી જીતી હતી. પરંતુ યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 41 રન આપીને ખર્ચાળ બોલર રહ્યો હતો. આ સિઝનમાં આરસીબીએ તેની આગામી મેચ 14 એપ્રિલ એ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

 

Next Article