IPL 2021: આઈપીએલમાં સૌથી વધુ પૈસા લેનાર વિરાટ કોહલી શું આ વખતે RCBને બનાવી શકશે ચેમ્પિયન?

|

Apr 09, 2021 | 12:03 AM

વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ક્રિકેટના સૌથી મોટા ખેલાડીઓ પૈકીનો એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે એકથી એક ચઢીયાતા કમાલ કરી દેખાડ્યા છે. આ કારણથી જ ક્રિકેટની દુનિયામાં તેને કિંગ કોહલી કહેવામાં આવે છે.

IPL 2021: આઈપીએલમાં સૌથી વધુ પૈસા લેનાર વિરાટ કોહલી શું આ વખતે RCBને બનાવી શકશે ચેમ્પિયન?
Virat Kohli

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ક્રિકેટના સૌથી મોટા ખેલાડીઓ પૈકીનો એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે એકથી એક ચઢીયાતા કમાલ કરી દેખાડ્યા છે. આ કારણથી જ ક્રિકેટની દુનિયામાં તેને કિંગ કોહલી કહેવામાં આવે છે. ટેસ્ટ, વન ડે અને T20માં તેનો જબરદસ્ત જલવો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ જ IPLમાં પણ તેની ધૂમ છે. અહીં પણ તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 2008થી તે IPLનો હિસ્સો છે અને સતત તે IPLમાં રમી રહ્યો છે.

 

વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એક બીજાના પર્યાય છે. બંનેની સફર પણ સાથે સાથે રહી છે. બંનેએ IPLના ઉતાર ચઢાવ જોયા છે. 2013માં તે ટીમનો કેપ્ટન બની ગયો હતો, ત્યારથી RCB તેના નેતૃત્વ હેઠળ IPL રમી રહી છે. જોકે તે હજુ સુધી આરસીબીને આઈપીએલ ટાઈટલ અપાવી શક્યો નથી. આવામાં IPL 2021થી વિરાટ કોહલી અને RCBને ખૂબ આશાઓ હશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

વર્ષ 2008માં વિરાટ કોહલીએ યૂથ કોન્ટ્રેક્ટના દ્વારા આરસીબીને પોતાની સાથે લીધો હતો. ત્યારે તેને ખૂબ ઓછા પૈસા મળ્યા હતા. પ્રથમ સિઝનમાં તે કંઈ ખાસ પણ કરી શક્યો નહોતો. 12 મેચમાં તે 165 રન બનાવી શક્યો હતો. જોકે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી હતી એમ કોહલીની રમતનો ગ્રાફ પણ ઉપરની તરફ જવા લાગ્યો હતો. 2009માં તેણે 246 રન તો 2010માં તેણે 307 રન બનાવ્યા હતા. તેની સાથે જ તેણે આરસીબીના મુખ્ય બેટ્સમેનમાં તે સામેલ થઈ ગયો હતો.

 

2011ની સિઝનમાં તે એક માત્ર પ્લેયર હતો, જેને આરસીબીએ રિટેન કર્યો હતો અને તેને વાઈસ કેપ્ટન પણ બનાવ્યો હતો. નવી જવાબદારી મળવા સાથે જ તેની રમતમાં પણ નિખાર આવી ગયો હતો. તેણે 2011ની સિઝનમાં 557 રન ફટકાર્યા હતા. આ સિઝનમાં ટીમે ફાઈનલ મેચ પણ રમી હતી, પરંતુ ટ્રોફી નસીબ નહોતી થઈ શકી. ત્યારબાદ ડેનિયલ વિટ્ટોરીએ સંન્યાસ જાહેર કરતા કોહલીને આરસીબીનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

 

IPL 2016માં કોહલી અને RCB બંને છવાઈ ગયા

વર્ષ 2013ની સિઝનમાં આરસીબી આઈપીએલના પ્લેઓફમાં પહોંચતા ચુકી ગઈ હતી તો કોહલી તે સિઝનમાં 634 રન બનાવ્યા હતા. આમ તેનો રન બનવાનો સીલસીલો ચાલતો રહ્યો હતો. જોકે આરસીબીની રમતમાં ગ્રાફ ઉતરતો રહ્યો હતો. જોકે આઈપીએલ 2016ની સિઝનમાં આરીસીબીની સ્થિતી પલટાઈ હતી. આ સિઝનમાં કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા હતા અને એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

 

સિઝનમાં તેણે ઓરેન્જ કેપ પણ જીતી લીધી હતી, સાથે જ તે મોસ્ટ વેલ્યુબલ પ્લેયર પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિઝનમાં તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા. જેમાં એક સિઝનમાં ચાર T20 શતક પણ સામેલ છે. સૌથી પહેલા 4,000 આઈપીએલ રન પણ તેમાં સામેલ છે. આ સિઝનમાં આરસીબી ફરીથી ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ફરીથી તે જીતથી દુર રહી ગઈ હતી.

 

IPLનો સૌથી મોંઘો પ્લેયર વિરાટ કોહલી

આઈપીએલ 2018માં કોહલી સૌથી મોંઘા પ્લેયર તરીકે ઉભર્યો હતો. તેને 17 કરોડ રુપિયામાં આરસીબીની ટીમે કરાર કર્યો હતો. રોહિત શર્મા, એમએસ ધોની જેવા ખેલાડીઓને 15 કરોડ રુપિયા મળી રહ્યા હતા. કોહલીને આઈપીએલમાં અત્યાર સુધીમાં 192 મેચ રમી છે. જેમાં તેણે 38.16ની સરેરાશથી 5,878 રન બનાવ્યા છે. તેના નામે આઈપીએલમાં 5 શતક અને 39 અર્ધશતક નોંધાયેલા છે. આરસીબીના ફેન્સ ઈચ્છતા હશે કે, કોહલી રનોનો ઢગલો ખડકવા સાથે હવે આ સિઝનમાં બેંગ્લોરની ઝોળીમાં ટ્રોફી પણ મેળવી લાવે.

 

આ પણ વાંચો: IPL 2021 Opening Ceremony: કોરોનાને લઈને ઓપનિંગ સેરેમની નહીં યોજાય, શું છે ઓપનિંગને લઈને આયોજન?

Next Article