IPL 2021: અધવચ્ચે સ્થગીત થઇ ચુકેલી ટુર્નામેન્ટને લઇ ખેલાડીઓએ આવકમાં નુકશાન થશે ? જાણો શુ છે નિયમ

|

May 07, 2021 | 11:53 AM

હાલમાં કોરોના કાળમાં વધતુ જતુ સંક્રમણ IPL ના બાયોબબલ સુધી પ્રવેશ કરી જતા, આખરે ટુર્નામેન્ટને જ સ્થગીત કરી દેવી પડી હતી. મોટાભાગના ભારતીય ખેલાડીઓ પોત પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. વિદેશી ખેલાડીઓ પૈકી કેટલાક સ્વદેશ પરત ફર્યા છે, તો કેટલાક હાલમાં પણ ભારતમાં રોકાયેલા છે, ઉપરાંત કેટલાક ખેલાડીઓ અન્ય દેશમા રોકાણ કરવા માટે પહોંચી રહ્યા […]

IPL 2021: અધવચ્ચે સ્થગીત થઇ ચુકેલી ટુર્નામેન્ટને લઇ ખેલાડીઓએ આવકમાં નુકશાન થશે ? જાણો શુ છે નિયમ
IPL 2021

Follow us on

હાલમાં કોરોના કાળમાં વધતુ જતુ સંક્રમણ IPL ના બાયોબબલ સુધી પ્રવેશ કરી જતા, આખરે ટુર્નામેન્ટને જ સ્થગીત કરી દેવી પડી હતી. મોટાભાગના ભારતીય ખેલાડીઓ પોત પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. વિદેશી ખેલાડીઓ પૈકી કેટલાક સ્વદેશ પરત ફર્યા છે, તો કેટલાક હાલમાં પણ ભારતમાં રોકાયેલા છે, ઉપરાંત કેટલાક ખેલાડીઓ અન્ય દેશમા રોકાણ કરવા માટે પહોંચી રહ્યા છે. આઇપીએલ સ્થગીત થવાને લઇને BCCI ને કરોડો રુપિયાનુ નુકશાન થયુ છે. તો આવી સ્થિતીમાં સવાલ એ વાત નો છે કે, ખેલાડીઓને કેટલી સેલેરી મળી શકશે. સાથે જ કેટલા પ્રમાણમાં સેલેરી ચુકવવામાં આવશે કે પછી પુરી સેલેરી ચુકવવામાં આવશે અને ક્યારે ચુકવવામાં આવશે તેવા પણ સવાલો થવા લાગ્યા છે.

મીડિયા રિપોર્ટનુસાર આઇપીએલ માં કોન્ટ્રાક્ટ કરનારા ખેલાડીઓને ત્રણ હપ્તામાં સેલેરી ચુકવવામા આવતી હોય છે. જેમાં બીજો હપ્તો ટુર્નામેન્ટ પુરા થવા બાદ ચુકવાતો હોય છે. જ્યારે ત્રીજો અને અંતિમ હપ્તો જે વર્ષ આઇપીએલ રમાડવામાં આવી હોય તે વર્ષના અંત થવા દરમ્યાન મળતી હોય છે. આવામાં કહેવામાં આવે છે કે, ખેલાડીઓને એક હપ્તો ચુકવવામાં આવ્યો છે. જ્યારે સેલેરીના બાકીના બંને હપ્તાઓ માટે કેટલાક મહિના સુધી રાહ જોવી પડે એમ છે.

હાલમાં ટુર્નામેન્ટની સ્થિતી જોવામાં આવે તો, તે અધવચ્ચે જ સ્થગીત કરી દેવામાં આવી છે. આમ ટુર્નામેન્ટ પુરી થઇ નથી. તો આ દરમ્યાન ખેલાડીઓને સેલેરીનો પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો છે. આમ હવે જો આ અધૂરી સિઝનને પૂરી કરવામાં આવે છે તો, ખેલાડીઓને ત્યાર બાદ પૂરી રકમ મળી શકે છે. જોકે કોન્ટ્રાક્ટ ક્લોઝ માં ત્રણ હપ્તામાં સેલેરી આપવી એ નિર્ધારીત કરેલ છે. જો કે જે ખેલાડી જાતે રમતને છોડી જાય છે, તેમને સેલેરી નથી મળતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આઇપીએલ કોન્ટ્રાક્ટ કરેલ ખેલાડી જો ઇજાના કારણે ટુર્નામેન્ટ નથી રમતા તો, તેમને પુરી સેલેરી મળે છે. બેન સ્ટોક્સના મામલામાં એ વાત પુરી રીતે લાગુ પડે છે. જેને લઇને ગત વર્ષે સુનિલ ગાવાસ્કરે પણ કહ્યુ હતુ કે, કેટલાક ખેલાડી ઇજા પામતા હોવાના બાદમાં પણ આઇપીએલમાં એક બે મેચ રમીને ચાલ્યા જાય છે. સાથે જ તેઓ પુરી સેલેરી પણ લેતા જતા હોય છે.

Next Article