IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાતા પહેલા વિરાટ કોહલી બાયોબબલથી બહાર, થવુ પડશે ક્વોરન્ટાઇન

|

Mar 30, 2021 | 11:20 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની શરુઆત આડેના દિવસો હવે ગણાઇ રહ્યા છે. 9 એપ્રિલ એ 14મી સિઝન માટે પ્રથમ મેચ રમાનારી છે. જે મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians,) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોંર (Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી છે.

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાતા પહેલા વિરાટ કોહલી બાયોબબલથી બહાર, થવુ પડશે ક્વોરન્ટાઇન
Virat Kohli

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની શરુઆત આડેના દિવસો હવે ગણાઇ રહ્યા છે. 9 એપ્રિલ એ 14મી સિઝન માટે પ્રથમ મેચ રમાનારી છે. જે મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians,) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોંર (Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી છે. મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝ (ODI Series) બાદ પોતાની ફેન્ચાઇઝી ટીમ સાથે જોડાઇ ચુક્યો છે. જ્યારે વિરાટ કોહલી હાલમાં RCB થી જોડાયો નથી. ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝ સમાપ્ત થવા બાદ વિરાટ કોહલી (Virat Kohli) બાયોબબલ થી બહાર નિકળીને મુંબઇમાં પોતાના ઘરે પહોંચી ગયો હતો. આવામાં ટીમ થી જોડાવા હવે સાત દિવસ માટે ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે.

ભારત અને ઇંગ્લેંડ (India vs England) ના ખેલાડીઓએ આઇપીએલમાં પોતાની ફેન્ચાઇઝી ટીમ સાથે જોડાવા માટે ક્વોરન્ટાઇન હેઠળ નહી રહેવુ પડે. કારણ કે તેઓ બંને વચ્ચેની સિરીઝ માટેના બાયોબબલ થી આઇપીએલના બાયોબબલમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, બેન સ્ટોક્સ, જોસ બટલર સહિત અનેક ક્રિકેટરો સિરીઝ ખતમ થતા જ હવે પોત પોતાની ફેન્ચાઇઝી ટીમ થી સીધા જ જોડાઇ ચુક્યા છે. જેને લઇને તેઓએ હવે ક્વોરન્ટાઇન હેઠળ રહેવાની જરુરિયાત રહી નથી. આ પૂરા ઘટનાક્રમ દરમ્યાન એક સુત્ર દ્રારા એએનઆઇને બતાવ્યુ કે, વિરાટ કોહલી 1 એપ્રિલ થી આરસીબી જોઇન્ટ કરશે. તેમજ તેણે હોટલ પહોંચીને સિધાજ ક્વોરન્ટાઇન હેઠળ સમય પસાર કરવા રહેવુ પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

IPL 2021 માટે BCCI દ્રારા બનાવવામાં આવેલા SOP મુજબ બાયોબબલ થી બીજા બાયોબબલમાં ટ્રાન્સફર કરનારા ખેલાડીઓ સિવાયના તમામ સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓએ સાત દિવસ સુધી હોટલના રુમમાં બંધ રહેવુ પડશે. આ દરમ્યાન ખેલાડીઓ અનેક વખત કોવિડ-19 ના પરિક્ષણ પણ કરાવવા પડશે.

Next Article