IPL 2021: દિલ્હી અને બેંગ્લોર વચ્ચે આજે કશ્મકશ, બંને એકબીજાને પછાડવા આજે મેદાને ઉતરશે

|

Apr 27, 2021 | 5:48 PM

આઈપીએલ 2021ની સિઝનની 22મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી છે. સિઝનની સૌથી શ્રેષ્ઠ ટીમો પૈકીની બે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાશે.

IPL 2021: દિલ્હી અને બેંગ્લોર વચ્ચે આજે કશ્મકશ, બંને એકબીજાને પછાડવા આજે મેદાને ઉતરશે
Delhi vs Bangalore

Follow us on

આઈપીએલ 2021ની સિઝનની 22મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી છે. સિઝનની સૌથી શ્રેષ્ઠ ટીમો પૈકીની બે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાશે. ચાર જીત બાદ હાર મેળવનારી બેંગ્લોરની ટીમ પાછી જીતની લય પકડવા માટે આજે મેદાને ઉતરશે. બેંગ્લોરની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર મેળવી હતી. હવે આ મેચમાં ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેને લઈને પણ વાતો થવા લાગી છે. આવી સ્થિતીમાં પરિવર્તનની આશાઓ ઓછી લાગી રહી છે.

 

પાછળની મેચમાં ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બેંગ્લોરની ઓપનીંગ જોડી ટકી નહોતી. પરંતુ સિઝનમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની જોડી સારી જામી રહી છે. બંને આજે ફરીથી ઓપનીંગ જોડી દિલ્હી સામે લાંબો સમય ક્રિઝ પર ટકવા પ્રયાસ કરશે. સાથે જ ગ્લેન મેક્સવેલે પણ આ સિઝનમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. દિલ્હી કેપિટલ્સ સામે આ બેટ્સમેન પાસેથી ખૂબ અપેક્ષા રહશે. અનુભવી ડિવિલીયર્સની સાથે શાહબાઝ મિડલ ઓર્ડરમાં રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ડેન ક્રિશ્ર્વન અને વોશિંગ્ટન સુંદર ટીમમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. ચેન્નાઈ સામે ટીમે એક ખરાબ મેચ રમી હતી, પરંતુ દિલ્હી સામે આ બંને બોલરો શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે. બોલીંગ અને બેટીંગ બંને ટીમના માટે યોગદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

 

વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરની યાદીમાં ટોપ પર ચાલી રહેલા હર્ષલ પટેલ એક વાર ફરીથી ટીમને આશા રહેશે.કાઈલ જેમિસન, હર્ષલ પટેલ અને મહંમદ સિરાજના ઝડપી બોલીંગના આક્રમણથી દિલ્હી સામે મુશ્કેલી વધી શકે છે. આ ત્રણેય સારી બોલીંગ કરી રહ્યા છે તો વળી ટીમના એક માત્ર મુખ્ય સ્પિનર યુઝવેન્દ્ર ચહલથી વિરાટ કોહલીને સારી બોલીંગની આશા હશે.

 

આ પણ વાંચો: IPL 2021: કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગને કોરોના મહામારીને લઇને કહી આવી વાત

Next Article