IPL 2021: કંગાળ રમતથી પરેશાન હૈદરાબાદ આજે જીત શોધશે, પંજાબને ગેઇલ-પૂરનના સ્ટાર્ટનો ઇંતઝાર

|

Apr 21, 2021 | 12:26 PM

બેટ્સમેનો ના કંગાળ પ્રદર્શને લઇને IPL 2021 સિઝનમાં પોતાની તમામ ત્રણેય મેચો ગુમાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમ આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે ટકરાશે.

IPL 2021: કંગાળ રમતથી પરેશાન હૈદરાબાદ આજે જીત શોધશે, પંજાબને ગેઇલ-પૂરનના સ્ટાર્ટનો ઇંતઝાર
Hyderabad vs Punjab

Follow us on

બેટ્સમેનો ના કંગાળ પ્રદર્શને લઇને IPL 2021 સિઝનમાં પોતાની તમામ ત્રણેય મેચો ગુમાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમ આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે ટકરાશે. પંજાબ કિંગ્સ ટીમ પણ અપેક્ષિત શરુઆત સિઝનમાં કરી શકી નથી. બુધવારે રમાનારી બે મેચમાં પ્રથ મેચ બપોરે 3.30 કલાકે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાશે, જેમાં બંને ટીમોની નજર જીત પર હશે.

કેએલ રાહુલ (KL Rahul) ના નેતૃત્વમાં પંજાબ કિંગ્સને સિઝનમાં તેની ત્રણ મેચમાં થી બે મેચમાં હાર મળી છે. સિઝનમા પોતાની પ્રથમ મેચમાં પંજાબ એ રાજસ્થાન રોયલ્સ સામે મોટા સ્કોરને ખૂબ મુશ્કેલ થી બચાવ કર્યો હતો. જોકે તેના બાદ ચેન્નાઇ સુપરકિંગ્સ સામે તેમના બેટ્સમેન યોગ્ય પ્રદર્શન કરી શક્યા નહી. આવી જ સ્થિતી દિલ્હી કેપિટલ્સ સામે રહી હતી. દિલ્હી સામે રાહુલ અને તેની ઓપનીંગ જોડીદાર મયંક અગ્રવાલે ગઇ સિઝન જેવુ ફોર્મ દેખાડ્યુ હતુ. જોકે સ્ટાર બોલર મહંમદ શામી તે મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ટીમ 196 રન નો સ્કોરનો બચાવ કરી શકવામાં સફળ રહ્યુ નહોતુ. શામી હવે તે નિષ્ફળતા ને હૈદરાબાદ સામે ભરપાઇ કરવા પ્રયાસ કરશે. અર્શદિપ સિંહે અત્યાર સુધી સારી બોલીંગ કરી છે. જોકે ઝાય રિચાર્ડસન અને રિલે મેરેડિથ અસરકારક પ્રભાવ છોડવામાં સફળ રહ્યા નથી.

પંજાબ કિંગ્સની ચેપકની ધીમી પિચ પર એક સ્પિનરની ખોટ વર્તાઇ રહી છએ. ટીમ ના સ્પિનર વિભાગમાં મુરુગન અશ્વિન પર નિર્ભર રહેવુ પડે છે. જોકે શરુઆતની બંને મેચમાં તેની નિષ્ફળતાને લઇને બાદમાં ટીમે જલજ સક્સેના ને મેદાને ઉતારવો પડ્યો હતો. તેની ઓલરાઉન્ડ ક્ષમતા જોઇને ટીમ આગળ પણ બનાવી રાખી શકે છે. પંજાબ પાસે દિપક હુડ્ડાના રુપમાં એક ઓલરાઉન્ડર છે. જેણે બેટ્સમેન તરીકે પણ પોતાની ભૂમિકાને યોગ્ય રીતે રજૂ કરી છે. જોકે બોલીંગની બાબતમાં તેને માત્ર 2 જ ઓવર કરવાનો મોકો મળ્યો છે. પંજાબ ને ક્રિસ ગેઇલ અને નિકોલસ પૂરન પાસે થી પણ ધમાકેદાર ઇનીંગની અપેક્ષા છે. જોકે હજુ સુધી આ બંને પોતાનુ બેટ ચલાવા શક્યા નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડેવિડ વોર્નર (David Warner) ની આગેવાની વાળી સનરાઇઝર્સ ની શરુઆત આ સત્રમાં નિરાશાજનક રહ્યુ હતુ. તેની ટીમ અત્યાર સુધીમાં ત્રણ મેચમાં લક્ષ્યનો પિછો કરતા ઓછા અંતર થી મેચોને ગુમાવી છે. સનરાઇઝર્સના માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની ચુકી છે. કારણ કે લગાતાર ત્રણ મેચ હાર્યા બાદ હવે મનોબળ વધારવા માટે હવે જીત ખૂબ જ જરૂરી બની ગઇ છે. મુંબઇ સામે વોર્નર અને જોની બેયરસ્ટોએ ટીમને સારી શરુઆત અપાવી હતી. જોકે આ દિવસોમાં બંને આઉટ થવા બાદ તેનો મધ્યમ ક્રમ ધરાશયી થઇ ગયો હતો.

ભારતીય બેટ્સમેનોમાં માત્ર મનિષ પાંડે એક સારો દેખાવ કરી રહ્યો છે. વિરાટ સિંહ, વિજય શંકર, અભિષેક શર્મા અને અબ્દુલ સમદે નિરાશ કર્યા છે. આવામાં ટીમના મધ્યમક્રમને મજબૂતી આપવા માટે કેન વિલિયમસન ને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ભુવનેશ્વર કુમારના અપેક્ષિત પ્રદર્શન નહી થવા છતાં સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનની પ્રભાવી બોલીંગ વડે હૈદરાબાદના બોલરોએ બેટ્સમેનોને હાવી નથી થવા દીધા. જો ભુવનેશ્વર અને રાશિદ અને બંને સાથે ચાલી જાય તો પંજાબના બેટ્સમેનો માટે મોટો સ્કોર બનાવવો મુશ્કેલ બની જાય છે.

Next Article