IPL 2021: મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવી સખ્તાઇથી ટૂર્નામેન્ટ પર કેવી રહેશે અસર, મેચ રહી શકે છે કેન્સલ ?

|

Apr 14, 2021 | 3:07 PM

મહારાષ્ટ્ર (Maharashtra) માં લગાતાર કોરોના વાયરસ (Corona Virus) નુ પ્રમાણ વધતુ જઇ રહ્યુ છએ. આવામાં રાજ્યમાં મહારાષ્ટ્ર સરકાર દ્રારા લોકડાઉન જેવા કડક આદેશ ફરમાવ્યા છે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મહારાષ્ટ્રમાં સખતાઇ વધારવા માટે નિર્ણય કર્યા છે.

IPL 2021: મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવી સખ્તાઇથી ટૂર્નામેન્ટ પર કેવી રહેશે અસર, મેચ રહી શકે છે કેન્સલ ?
IPL

Follow us on

IPL 2021: મહારાષ્ટ્ર (Maharashtra) માં લગાતાર કોરોના વાયરસ (Corona Virus) નુ પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે આવામાં રાજ્યમાં મહારાષ્ટ્ર સરકાર દ્રારા લોકડાઉન જેવા કડક આદેશ ફરમાવ્યા છે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મહારાષ્ટ્રમાં સખતાઇ વધારવા માટે નિર્ણય કર્યા છે. જેને લઇને માત્ર જરુરી સામાનની દુકાનો જ ખુલ્લી રહેશે બાકીની દુકાનો બંધ રહેશે.

જોકે ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ રહેશે. મુંબઇમાં જોકે આઇપીએલ 2021 ની મેચ હજુ પણ રમાઇ રહી છે. આશંકા છે કે, નવા એલાનને લઇને IPL 2021 પર પણ અસર પડી શકે છે કે કેમ?. જોકે ટુર્નામેન્ટ દરમ્યાન દર્શકોના પ્રવેશ પર પહેલા થી જ પ્રતિબંધ લદાયેલો છે. ટીમો પણ બાયોબબલમાં છે. તેમ જ મેદાનમાં આવવા જવા માટે માસ્ક પહેરવુ પણ ફરજીયાત છે. સાથે જ સરકાર એ IPL પર કોઇ જ પાબંધી લગાવી નથી.

આવામાં આઇપીએલ પર ઉદ્ધવ ઠાકરે સરકારના નવા નિર્ણય થી ખાસ કોઇ ફરક નહી પડે. મુંબઇમાં આઇપીએલની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે તમામ મેચ વાનખેડે સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવી છે. જે પૈકી નવ મેચ સાંજે સાડા સાત કલાકે રમાનારી છે. હાલમાં પાંચ ટીમો મુંબઇમાં રોકાણ કરી રહી છે. આ પહેલા 5 એપ્રિલથી મહારાષ્ટ્ર સરકાર એ રાજ્યમાં નાઇટ કરફ્યુ લગાવ્યુ હતુ ત્યાર થી આઇપીએલ પર કોઇ જ અસર સર્જાઇ શકી નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સરકારે ત્યારે પણ બાયોબબલનુ ચુસ્ત પાલન કરવાને લઇ રાત્રે 8 વાગ્યા બાદ પણ અભ્યાસની છુટ અપાઇ હતી. આ અંગે બીસીસીઆઇ એ પણ સરકાર સાથે વાતચીત કરી હતી. બોર્ડ એ ટીમોની પ્રેકટીસ ને લઇને નિવેદન કર્યુ હતુ. મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત વિભાગના સચિવ શ્રીરંગ ઘોલાપ એ કહ્યુ હતુ કે, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડીયા અને વાનખેડે સ્ટેડિયમમાં બે સેશનમાં અભ્યાસ કરી શકાશે. આમ બપોર બાદ ચાર થી સાડા છ વાગ્યા સુધી અને સાંજે સાડા સાત થી 10 વાગ્યા સુધી અભ્યાસ સમયની છુટ અપાઇ હતી.

IPL થી જોડાયેલા લોકો બાયોબબલનો હિસ્સો
ઉદ્ધવ ઠાકરે સરકાર એ 14 એપ્રિલથી જે નવા આદેશ જારી કર્યા છે. જેને લઇને લોકલ ટ્રેન, બસ, ઓટો-ટેક્સી સેવાઓ જારી રહેશે, તમામ આવશ્યક સેવાઓ પણ સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આવામાં આઇપીએલ 2021 પર આ પ્રતિબંધોની અસર પડતી જોવા મળી નથી રહી.

આમ પણ મુંબઇમાં તમામ મેચ વાનખેડે સ્ટેડિયમમાં જ રમાનાર છે અને અહીં નો સ્ટાફ પણ બાયોબબલમાં રાખવામાં આવ્યો છે. તમામ ખેલાડીઓ, સ્ટાફ, ટીમ મેનેજમેન્ટ, અમ્પાયર, બ્રોડકાસ્ટર, ગ્રાઉન્ડમેન તમામનો દરરોજ નિયમિત કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

Next Article