IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી

|

May 06, 2021 | 4:07 PM

આઈપીએલ 2021ને અનિશ્વિત સમય માટે સ્થગીત કરી દેવામાં આવી છે. આ સાથે જ વિદેશી ખેલાડીઓને પરત વતન જવાને લઈને પણ હાલમાં સમસ્યાઓ સામે આવી રહી છે. આવા સમયે જે તે ટીમની પણ તેમના ખેલાડીઓના પરત ફરવાને લઈને જવાબદારી વધી જતી હોય છે.

IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી
Mahendra Singh Dhoni

Follow us on

આઈપીએલ 2021ને અનિશ્વિત સમય માટે સ્થગીત કરી દેવામાં આવી છે. આ સાથે જ વિદેશી ખેલાડીઓને પરત વતન જવાને લઈને પણ હાલમાં સમસ્યાઓ સામે આવી રહી છે. આવા સમયે જે તે ટીમની પણ તેમના ખેલાડીઓના પરત ફરવાને લઈને જવાબદારી વધી જતી હોય છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ સાથી ખેલાડીઓ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે. ધોનીએ નિર્ણય કર્યો છે, કે તમામ ખેલાડીઓ પરત પોતાના ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી તે હોટલ છોડીને જશે નહીં.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

ધોનીએ પોતાની ટીમના તમામ સભ્યો સુરક્ષિત રીતે પોતાના વતન અને ઘરે પરત ફરી જાય તે માટે જવાબદારી નિભાવી છે. ટીમના કેપ્ટન તરીકે જવાબદારી ઉદાહરણીય રુપે નિભાવવા રુપ તેણે નિર્ણય કર્યો છે કે, તે સૌથી છેલ્લો ખેલાડી હશે કે જે હોટલ છોડશે.

 

કેપ્ટન માહીનું કહેવુ છે કે વિદેશી ખેલાડીઓને તેમના ઘરે પરત મોકલવાએ પ્રાથમિકતા છે. તેના બાદ ભારતીય ખેલાડીઓને ઘરે પરત મોકલશે. 39 વર્ષિય ધોની હાલમાં દિલ્હીની એક હોટલમાં ટીમ સાથે રોકાયેલો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક સભ્યના કહ્યા મુજબ માહી ભાઈએ કહ્યું છે કે, તે હોટલ છોડનારા ટીમના અંતિમ સભ્ય હશે.

 

 

તે વિદેશી ખેલાડીઓને સૌ પ્રથમ પોતાના ઘરે પહોંચાડવા ઈચ્છે છે. તેના બાદ ભારતીય ખેલાડીઓને. તેઓ સૌથી અંતિમ રુપે ફ્લાઈટ પકડનાર છે કે, જ્યારે તમામ ખેલાડીઓ પોતાના ઘરે સુરક્ષિત રુપે પહોંચી જાય. ચેન્નાઈએ 10 બેઠકો ધરાવતા ચાર્ટર વિમાનની વ્યવસ્થા કરી છે. જે રાજકોટ અને મુંબઈ ખેલાડીને શિફ્ટ કરી શકાય. અન્ય ચાર્ટર વિમાનથી ખેલાડીઓને ચેન્નાઈથી બેંગ્લોર મોકલવામાં આવ્યા છે. ધોની રાંચી માટે રવાના થનાર હતા.

 

આ પણ વાંચો: Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો

Next Article