IPL 2021: હવે સોશિયલ માર્કેટમાં ધૂમ મચાવવા લાગ્યો છે હાર્દીક-નતાશાનો પાર્ટી સ્લોગન વાળો વિડીયો, જુઓ

|

Apr 01, 2021 | 9:26 PM

ટીમ ઇન્ડીયા (Team India) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ની સાથે એક વિડીયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

IPL 2021: હવે સોશિયલ માર્કેટમાં ધૂમ મચાવવા લાગ્યો છે હાર્દીક-નતાશાનો પાર્ટી સ્લોગન વાળો વિડીયો, જુઓ
Natasa Stankovic-Hardik Pandya

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ની સાથે એક વિડીયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થવા લાગ્યો છે. હાલમાં જ પાકિસ્તાની યુવતી દાનાનીર મોબીન (Dananir Mobin) નો વાયરલ થયેલો વિડીયો ‘પાર્ટી હો રહી હૈ …’ ના સ્લોગન સાથે હાર્દિક પંડ્યા અને પત્નિ નતાશા સ્ટેનરકોવિક સાથે વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં જબરદસ્ત ટ્વીસ્ટ પણ આ કપલે કર્યો છે. આમ વિડીયો ફેંસને પણ ખૂબ પસંદ પડ્યો છે અને ખૂબ વાયરલ થવા લાગ્યો છે. હાર્દીક પંડ્યા હાલમાં IPL ની આગામી સિઝન માટ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમ સાથે તૈયારીમાં લાગી ચુક્યો છે.

હાર્દિક અને નતાશાના વિડીયોમાં હાર્દિક કહી રહ્યો છે, આ નેટ્સ છે. આ હું છુ અને આ અમારુ ગાર્ડન છે.. અને અહી પાર્ટી ચાલી રહી છે. આ વિડીયોમાં જે પાર્ટી તરફ ઇશારો કરવામાં આવી રહ્યો છે, તે કેટલાક કાગડાઓ તરફ છે. જે કાગડાઓ એક ટેબલ પર રહેલા વધેલા ખોરાકને ખાવા માટે પડાપડી કરી રહ્યા છે. હાર્દીક પંડ્યા ટીમ ઇન્ડીયાના બાયોબબલમાંથી મુંબઇ ઇન્ડીયન્સની ટીમમાં આઇપીએલના બાયોબબલમાં ટ્રાન્સફર થયો છે. આમ હાલમાં તે ક્વોરન્ટાઇન થવાની જરુરિયાત નથી રહી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે તેની પત્નિ નતાશા પણ લાંબા સમય થી બાયોબબલમાં છે. હાલમાં જ ઇંગ્લેંડ સામેની સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને તેમની પત્નિ સાથે બાયોબબલમાં રહેવા માટે છુટ આપવામાં આવી હતી. નતાશા પણ સતત હાર્દીક પંડ્યા સાથે જ રહે છે. ઇંગ્લેંડ સામેની સિરીઝ દરમ્યાન બંને એ અનેક તસ્વીરો પણ શેર કરી હતી.

Next Article