IPL 2021: પોતે કોરોના સંક્રમિત હોવાનું જણાતા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી એકદમ ડરી ગયો હતો

|

May 13, 2021 | 12:27 PM

આઇપીએલ 2021 દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમનારા ક્રિકેટર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha) કોરોના સંક્રમિત જણાયો હતો.

IPL 2021:  પોતે કોરોના સંક્રમિત હોવાનું જણાતા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી એકદમ ડરી ગયો હતો
Riddhiman Saha & David Warner

Follow us on

આઇપીએલ 2021 દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમનારા ક્રિકેટર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha) કોરોના સંક્રમિત જણાયો હતો. જે દિવસે તે કોરોના સંક્રમિત જણાયો હતો, એ જ દિવસે BCCI એ આઇપીએલની સિઝનને અટકાવી દીધી હતી. સાહાએ હવે પોતાના કોરોના સંક્રમિત થવાને લઇને બતાવ્યું હતું કે, પોતે ખુબ જ ડરી ગયો હતો.

સાહા એ કહ્યુ હતું કે, હું નિશ્વિત રીતે ખુબ જ ડરી ગયો હતો. એક વાયરસ જેણે પુરી ધરતીને હલાવી દીધી છે, તેનાથી સંક્રમિત થવાને લઇને મારામાં ભય મહેસુસ થઇ રહ્યો હતો. મારા પરિવારમાં દરેક લોકો ખૂબ ચિંતામાં હતા. આ દરમ્યાન તેમને વિડીયો કોલ દ્વારા આશ્વાસન આપતા રહેતા હતા, કે ગભરાવવાની કોઇ જરુર નથી. મારી અહી ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે.

આગળ પણ તેણે કહ્યુ હતું કે, મે મહિનાના પ્રથમ દિવસની પ્રેકટીશ બાદ હું ખૂબ થાક અનુભવી રહ્યો હતો. ઠંડી લાગી રહી હતી. થોડીક ખાંસી પણ થઇ રહી હતી. મે એ દિવસે જ ડોક્ટરને આ અંગે જાણકારી આપી હતી. મને સુરક્ષીત એકલામાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એ દિવસે મારો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આગળના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ હતો. જેના બાદ બીજા દિવસે પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પણ નેગેટીવ હતો. તેના બાદ પણ મને એકલામાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતું. મને બહાર નિકળવાની પરવાનગી નહોતી અપાઇ. કારણ કે ત્યાં સુધીમાં મને તાવ આવવાની શરુઆત થઇ ચુકી હતી. ત્રીજા દિવસે ટેસ્ટ કરવામાં આતા તે પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું.

પોતાના સ્વાસ્થ્યને લઇને સાહા એ કહ્યુ હતું કે, હવે મારા શરિરમાં કોઇ જ પરેશાની નથી. શરદી તાવની ફરીયાદ પણ નથી. મારા શરિરમાં પણ કોઇ હવે કોઇ પણ પ્રકારના દર્દનો અનુભવન નથી. મને નથી લાગતુ કે કોઇ પણ પ્રકારનો થાક લાગતો હોય. આમ પણ જ્યાં સુધી પ્રેકટીશ કરવાની શરુઆત નહી કરી દઉ, ત્યાં સુધી એ ચિઝને સારી રીતે સમજી નહી શકુ. હું ફેન્સને કહીશ કે હવે ચિંતાની કોઇ વાત નથી, હવે હું પુરી રીતે સ્વસ્થ છું.

Next Article