IPL 2021: 90 મિનિટમાં પ્રત્યેક ઈનીંગ પૂરી કરવા ફોર્થ અંપાયરની ભૂમિકા મહત્વની રહેશે, BCCIની કડકાઈ

|

Mar 30, 2021 | 10:31 PM

IPL 2021ની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો પણ IPLની રાહ જોતા હોય છે. જોકે રોમાંચક T20 લીગને શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

IPL 2021: 90 મિનિટમાં પ્રત્યેક ઈનીંગ પૂરી કરવા ફોર્થ અંપાયરની ભૂમિકા મહત્વની રહેશે, BCCIની કડકાઈ

Follow us on

IPL 2021ની ચાહકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો પણ IPLની રાહ જોતા હોય છે. જોકે રોમાંચક T20 લીગને શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવામાં દરેક ફેંન્ચાઈઝીએ પોતાની કમર કસી લીધી છે. BCCI પણ પૂરી તૈયાર છે, આ વખતે IPL 2021માં અનેક નવા નિયમો નજરે આવશે. BCCIએ મોટા પરિવર્તન સાથે ઓન ફિલ્ડ સોફ્ટ સિગ્નલને હટાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ હવે દરેક ટીમે 90 મિનિટમાં જ પોતાની ઈનીંગ પૂરી કરી દેવી પડશે.

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ક્રિકબઝ મુજબ બીસીસીઆઈએ તમામ આઠ આઈપીએલ ટીમને એક મેઈલ મોકલ્યો છે. જેના દ્વારા નિયમોને લઈને જાણકારી આપવામાં આવી છે. મેચને નિયત સમયમર્યાદામાં જ ખતમ કરી લેવાના હેતુથી પ્રત્યેક ઈનીંગ 20 ઓવરમાં જ 90 મિનીટમાં જ ખતમ કરવી પડશે. પ્રથમ નિયમાનુસાર 20મી ઓવરમાં 90મી મિનીટે શરુ કરવાની હતી. મોડી કે અટકેલી મેચમાં નિર્ધારિત સમયમાં 20 ઓવર ના થઈ શકે તો પ્રત્યેક ઓવર માટે 4 મિનિટ 15 સેકન્ડ વધુ થઈ શકે છે. એટલે કે પ્રત્યેક 14.11 ઓવર ફેંકવી પડશે. ડેમાં ટાઈમ-આઉટ શામેલ નહીં હોય. મેચની એક ઈનીંગ 85 મિનીટ અને પાંચ મિનીટ ટાઈમ આઉટ મળીને 90 મિનીટમાં પૂરી કરવી પડશે.

 

 

જો કોઈ પણ ટીમ સમય ખોટી રીતે પસાર કરી રહી હશે તો ચોથા અંપાયરનો રોલ મહત્વનો થઈ જશે. સજાના રુપે સંશોધિત ઓવર રેટ લાગુ કરવા અને બેટીંગ પક્ષને ચેતવણી આપવા સહિતની સત્તા પણ ચોથા અંપાયરને આપવામાં આવી છે. સોફ્ટ સિગ્નલ નિયમ અંતર્ગત BCCI એ કહ્યુ હતુ કે, ઓન ફિલ્ડ અંપાયરના સંકેતનો થર્ડ અંપાયર ના નિર્ણય પર કોઈ અસર નહીં પડે.

 

હવે મેચ દરમ્યાન મેદાન પરના અંપાયર થર્ડ અંપાયરની મદદ લેવા સમયે સોફ્ટ સિગ્નલનો ઈશારો નહીં કરી શકે. આ નિર્ણય અંપાયરિંગના હિતમાં લેવામાં આવ્યો છે. જેનાથી થર્ડ અંપાયરને પોતાનો નિર્ણય કરવામાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે, જેનાથી હવે તેના સંદર્ભે કોઈ વિવાદ નહીં સર્જાય. બીસીસીઆઈએ શોર્ટ રન નિયમમાં પણ સંશોધન કર્યુ હતુ. હવે થર્ડ અંપાયર શોર્ટ રન પર ઓન ફિલ્ડ અંપાયરના કોલને પણ જોઈ શકશે અને મૂળ નિર્ણયને બદલી શકે છે.

 

 

આ પણ વાંચો: IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે ઋષભ પંતના શીરે તાજ, ઈંગ્લેન્ડ સામેનું પ્રદર્શન ફળ્યું

Next Article