IPL 2021: ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ભવિષ્યવાણી શાસ્ત્ર ખોલ્યુ, કહ્યું આ ટીમ IPL ટાઈટલ જીતશે

|

Apr 28, 2021 | 8:58 PM

ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને આમ તો IPL સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તેમનો અનુભવ ખૂબ જ છે અને એટલે જ તેઓની દિગ્ગજ તરીકે ગણના કરાય છે.

IPL 2021: ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ભવિષ્યવાણી શાસ્ત્ર ખોલ્યુ, કહ્યું આ ટીમ IPL ટાઈટલ જીતશે
Ravi Shastri

Follow us on

ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને આમ તો IPL સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તેમનો અનુભવ ખૂબ જ છે અને એટલે જ તેઓની દિગ્ગજ તરીકે ગણના કરાય છે. તેઓ ભલે હાલમાં નવરાશનો સમય ગાળી રહ્યા હોય પરંતુ, હાલમાં ઘરે બેઠા મેચ જોઈને મેચને લઈને આંકલન કરી રહ્યા છે. તેઓ આંકલન કરી રહ્યા છે કે, કોણ આઈપીએલની 14મી સિઝનમાં બાજી મારશે. શું કોઈ નવી ટીમ ટાઇટલ હાંસલ કરશે કે, પૂર્વ ચેમ્પિયન જ ફરી એકવાર ટાઈટલ લઈ જશે.

 

આઈપીએલ 2021 હાલમાં તેના પ્રથમ તબક્કામાં છે. ટીમોએ હજુ સુધી અડધી સફર પણ પુરી કરી નથી. હવે આટલામાં ઉતાવળે કંઈ કહેવુ અને ભવિષ્યવાણી કરવી એ ઉતાવળાપણું ગણાશે. જોકે રવિ શાસ્ત્રીને તો જાણે કે હાલમાં બધુ સ્પષ્ટ લાગી રહ્યુ હોય એમ છે. એટલે જ તો તેમણે અત્યારથી જ ક્લિયર વિનર તરફ ઈશારો પણ કરી દીધો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

શું કહે છે રવિનું શાસ્ત્ર?

રવિ શાસ્ત્રીના શાસ્ત્ર પ્રણાણે આ વખતે કોઈ જુની ટીમ નહીં પણ નવી જ ટીમ ચેમ્પિયન બની શકે છે. તેના બીજ પણ ફણગવા લાગ્યા છે. જોકે શાસ્ત્રીએ તે ટીમનું નામ સ્પષ્ટ તો કર્યુ નથી, જોકે તેમણે પોતાના ટ્વીટ મારફતે જે તસ્વીર પોસ્ટ કરી છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયુ કે, તેમનો ઈશારો કોના તરફ છે.

 

RCB ચેમ્પિયન બનવાને લઈને કર્યો ઈશારો

શાસ્ત્રીની આ ટ્વીટ મુજબ વિરાટ કોહલીની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2021ની નવી વિજેતા ટીમ હોઈ શકે છે. તેના માટે તેણે બીજ પણ રોપી દીધા છે. જે ફણગવા પણ લાગ્યા છે. ટીમે શરુઆતની 6માંથી 5 મેચ જીતી લીધી છે. બસ આ ગણિતના આધાર પર શાસ્ત્રી IPL વાળી વિરાટ એન્ડ કંપનીને લીગની ચેમ્પિયન આંકી રહ્યા છે.

 

દિલ્હી પર RCBની જીત બાદ શાસ્ત્રીનું ટ્વીટ

રવિ શાસ્ત્રીએ દિલ્હી કેપિટલ્સ પર મળેલી RCBની જીત બાદ ટ્વીટ કર્યુ હતુ. RCBએ દિલ્હી સામે એક રનના અંતરથી જ જીત મેળવી હતી. જેને શાસ્ત્રીએ શાનદાર મેચ બતાવી હતી. આરસીબી જે રીતે રમત રમી રહી છે, તેને જોઈને તો ખરેખર જ ચેમ્પિયન બનવાની દાવેદાર દેખાઈ રહી છે. જોકે આઈપીએલમાં ક્યારે આંકડાઓનું ગણિત કરવટ લઈ લે તેનુ કંઈ જ કહી શકાય નહીં.

 

 

Next Article