IPL 2021: અસલી મજા માણવા માટે આ આંકડાઓ અને ખેલાડીઓ પર પણ નજર કરી લો, IPLનો આનંદ બેવડાઈ જશે

|

Apr 09, 2021 | 5:40 PM

વિશ્વભરમાં ક્રિકેટના ફેંસની આતુરતાનો આજે અંત થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે આજે પ્રથમ મેચ સાથે IPL 2021નો પ્રારંભ સાથે આગામી બે માસ સુધી ક્રિકેટનો રોમાંચ ઉભરાશે.

IPL 2021: અસલી મજા માણવા માટે આ આંકડાઓ અને ખેલાડીઓ પર પણ નજર કરી લો, IPLનો આનંદ બેવડાઈ જશે
IPL Trophy

Follow us on

વિશ્વભરમાં ક્રિકેટના ફેંસની આતુરતાનો આજે અંત થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે આજે પ્રથમ મેચ સાથે IPL 2021નો પ્રારંભ સાથે આગામી બે માસ સુધી ક્રિકેટનો રોમાંચ ઉભરાશે. જોકે આ દરમ્યાન તમારે એ પણ જાણવુ જરુરી છે કે જે આંકડા જાણ્યા પછી આઈપીએલને માણવાનો આંનંદ બેવડાઈ જશે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન સૌથી વધારે શતક, ચોગ્ગા અને છગ્ગા આ બધુ જ જાણી લો અહી. આ સાથે જ જાણો આઈપીએલનું પુરુ ગણિત.

 

સૌથી વધારે રનઃ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે રન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાથે કેપ્ટન વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. કોહલીએ આઈપીએલમાં 5,878 રન બનાવ્યા છે તો બીજા સ્થાન પર 5,368 રન સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈના, ત્રીજા સ્થાને 5,224 રન સાથે સનરાઈઝર્સ હેદરાબાદના ડેવિડ વોર્નર છે. મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન રોહિત શર્મા 5,230 રન સાથે ચોથા અને દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન 5,197 રન સાથે પાંચમાં સ્થાને છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

સૌથી વધુ શતકઃ આઈપીએલમાં સૌથી વધુ 6 શતક પંજાબ કિંગ્સના ક્રિસ ગેઈલના નામે નોંધાયેલા છે. વિરાટ કોહલીના નામે 5 શતક અને ડેવિડ વોર્નરના નામે 4 શતક છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ બેટ્સમેન શેન વોટ્સને 4 અને આરસીબીના એબી ડિવિલીયર્સે ત્રણ શતક લગાવ્યા છે.

 

સૌથી વધારે અર્ધ શતકઃ આ બાબતમાં સૌથી વધુ અર્ધશતક ડેવિડ વોર્નરે લગાવ્યા છે, વોર્નરે 48 ફીફટી ફટકારી છે. શિખર ધવનના નામે 41 અર્ધશતક છે તો રોહિત શર્માએ 39, વિરાટ કોહલીએ 39 અને સુરેશ રૈનાએ 38 અર્ધશતક લગાવ્યા છે.

 

સિક્સર કિંગઃ 349 છગ્ગા સાથે ક્રિસ ગેઈલ આ મામલામાં સૌથી વધારે છે. એબી ડિવિલીયર્સે 235 સિક્સર ફટકારી છે. મહેન્દ્ર સિંહ ધોની 216 રોહિત શર્માએ 213 અને વિરાટ કોહલીએ 201 છગ્ગા ફટકાર્યા છે.

 

ચોગ્ગાઃ શિખર ધવન 591 ચોગ્ગા સાથે ટોપ પર છે. આ સાથે ડેવિડ વોર્નરે 510, વિરાટ કોહલીએ 503, સુરેશ રૈનાએ 493 અને ગૌતમ ગંભીરે 491 ચોગ્ગા લગાવ્યા છે.

 

શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટઃ કોલકત્તા નાઈટ રાઈડર્સના આંદ્રે રસેલે 182.33નો તોફાની સ્ટ્રાઈક રેટ ધરાવે છે. પંજાબ કિંગ્સના નિકોલસ પૂરનનો સ્ટ્રાઈક રેટ 165.39નો સ્ટ્રાઈક રેટ છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના સુનિલ નરેને 164.27, મુંબઈ ઈન્ડીયન્સના હાર્દિક પંડ્યા 159.26 અને ચેન્નાઇ સુપર કિંગ્સના મોઈન અલીએ 158.46ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

 

વ્યક્તિગત સ્કોરઃ ક્રિસ ગેઈલના પૂણેની સામે 66 બોલમાં 175 રન બનાવ્યા હતા. બ્રેંડન મેકુલમે આરસીબીની સામે 73 બોલમાં 158 રનની ઈનીંગ રમી હતી. એબી ડિવિલીયર્સે મુંબઈ સામે 59 બોલમાં 133, કેએલ રાહુલે આરસીબી સામે 69 બોલમાં 132 અને ડિવિલીયર્સે ગુજરાત સામે 52 બોલમાં 129 રનની ઈનીંગ રમી હતી.

 

સૌથી વધુ વિકેટઃ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વિકેટ 170 વિકેટ લસિથ મલિંગાના નામે દર્જ છે. તેમના બાદ દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાના નામે 160 શિકાર નોંધાઈ ચુક્યા છે. મુંબઈના પિયુષ ચાવલાએ 156, ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોએ 153 અને કોલકત્તા નાઈટ રાઈડર્સના હરભજન સિંહે 150 વિકેટ હાંસલ કરી છે.

 

મેચમાં શ્રેષ્ઠ બોલીંગ પ્રદર્શનઃ મુંબઈના અલ્ઝારી જોસેફના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તેણે હૈદરાબાદ સામે ફક્ત 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી તો સોહિલ તન્વીરે સીએસકેના સામે 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પાંએ હૈદરાબાદ સામે 19 રન આપીને 6 વિકેટ ઝડપી છે. અનિલ કુંબલેએ રાજસ્થાન રોયલ્સ સામે 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાંત શર્માએ 12 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

 

ડોટ બોલઃ સૌથી વધારે 1,249 ડોટ બોલ હરભજન સિંહે ફેંકી છે. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સના રવિચંદ્રન અશ્વિનએ 1,170 ડોટ બોલ કર્યા હતા. હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે 1,164 ડોટ બોલ, મુંબઈના લસિથ મલિંગાએ 1,155 અને મુંબઈના પિયુષ ચાવલાએ 1,148 ડોટ બોલ ફેંક્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2021 MIvsRCB: આજે મુંબઈ ટાઈટલ બચાવવા જ નહીં હેટ્રીકના જુસ્સાથી અને RCB ટાઈટલનું મહેંણુ ભાંગવા મેદાનમાં ઉતરશે

Next Article