IPL 2021: આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવ્યો, કેન વિલિયમસન નવો કેપ્ટન

|

May 01, 2021 | 5:25 PM

આઇપીએલ 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના ખરાબ પ્રદર્શનને લઇને ટીમમાં પરિવર્તન કર્યુ છે. હૈદરાબાદ અત્યાર સુધી સિઝનમાં 6 મેચ રમી ચુક્યુ છે, જેમાં 5 મેચ હારી છે.

IPL 2021: આખરે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવ્યો, કેન વિલિયમસન નવો કેપ્ટન
David Warner-Kane Williamson

Follow us on

આઇપીએલ 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના ખરાબ પ્રદર્શનને લઇને ટીમમાં પરિવર્તન કર્યુ છે. હૈદરાબાદ અત્યાર સુધી સિઝનમાં 6 મેચ રમી ચુક્યુ છે, જેમાં 5 મેચ હારી છે. આમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેનુ સ્થાન ધરાવે છે. જેને લઇને હવે હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપમાં બદલાવ કરવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ એ ડેવિડ વોર્નર (David Warner) ને કેપ્ટન પદ થી હટાવી દીધો છે અને તેના સ્થાને કેન વિલિયમસન (Kane Williamson) ને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સિઝમમાં હવે બાકીની મેચમાં હૈદરાબાદના કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના ટીમ મેનેજમેન્ટ તરફ થી ડેવિડ વોર્નરને કેપ્ટન પદ થી હટાવીને, કેન વિલિયમસનને આગેવાની સોંપવાની જાણકારી જારી કરવામાં આવી છે. જેને ટીમ દ્રારા તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. પ્રેસ રિલિઝ માં હૈદરાબાદે સ્પષ્ટ કહ્યુ હતુ કે, સિઝનમાં આગળની મેચ માટે હવે કેન વિલિયમસન તેમના કેપ્ટન હશે.

રાજસ્થાન સામેની મેચમાં વિદેશી કોમ્બિનેશનમાં પરિવર્તન
આટલુ જ નહી પરંતુ હૈદરાબાદે પોતાની પ્રેસ રિલીઝમાં એ પણ કહ્યુ હતુ કે, રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી મેચમાં પરિવર્તન જોવા મળશે. રાજસ્થાન સામે આગામી બીજી મે એ મેચ રમાનારી છે. વિદેશી ખેલાડીઓના કોમ્બિનેશનમાં મોટો પરિવર્તન જોવા મળી શકે છે. મતલબ જે વિદેશી ખેલાડી રેગ્યુલર ટીમ નો હિસ્સો બનેલા છે, તેમની પોઝિશનમાં ખતરો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ડેવિડ વોર્નરનુ હવે શુ થશે ?
હવે સવાલ એ વાતનો છે કે ડેવિડ વોર્નર ની ભૂમિકા શુ હશે, તો હૈદરાબાદ ના ટીમ મેનેજમેન્ટે કહ્યુ હતુ કે વોર્નર ટીમની સાથે બન્યો રહેશે. તે હજુ પણ અમારી સફળતાનો સુત્રધાર બની રહેશે. તે ભલે ચાહે મેદાન ની અંદર રહીને કે તેની બહાર રહીને. ટીમ મેનેજમેન્ટ એ કહ્યુ હતુ કે અમને આટલા વર્ષો થી વોર્નરના યોગદાનનુ સન્માન કરી છીએ. જોકે, ટીમ મેનેજમેન્ટ એ પોતાના નિવેદનમાં એ ક્યાંય પણ સ્પષ્ટ નથી કર્યુ કે ડેવિડ વોર્નર પ્લેયીંગ ઇલેવનનો હિસ્સો હશે કે નહી.

કેપ્ટનશીપ પરિવર્તન પાછળ જેસન રોયનુ તો કારણ નથી ને
સંભાવનાઓ મુજબ કેપ્ટનમાં કરવામાં આવેલ મોટુ પરિવર્તન ટીમ મેનેજમેન્ટ ના વિચારનુ પરિણામ પણ હોઇ શકે છે કે, ડેવિડ વોર્નરના સ્થાને ઓપનીંગમાં જેસન રોયને અજમાવવામાં આવી શકે. જે નાના ફોર્મેટની મેચનો સારો ખેલાડી છે. ઇંગ્લેંડ ના ધુંઆધાર ઓપનર જેસન રોય એ સિઝનમાં અત્યાર સુધીમાં એક પણ મેચ નથી રમી. વોર્નરે પ્રથમ 6 મેચોમાં વધારે પ્રભાવિત નથી કર્યા. આ સ્થિતીમાં સ્થિતીમાં ડેવિડ વોર્નર એ બેંચ પર બેસાડીને ટીમ મેનેજમેન્ટ જેસન રોય ને બેયરિસ્ટો સાથે ઓપનિંગ પર ઉતારી શકે છે.

Published On - 5:23 pm, Sat, 1 May 21

Next Article