IPL 2021: ડેવિડ વોર્નરે આઈપીએલનો આ મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો

|

Apr 28, 2021 | 11:48 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) આજે મેચ રમતા એક મોટો રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. વોર્નરને નામ હવે આઈપીએલમાં 50 ફીફટી નોંધાઈ ચુકી છે.

IPL 2021: ડેવિડ વોર્નરે આઈપીએલનો આ મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો
David Warner

Follow us on

આઇપીએલ 2021ની 23મી મેચ બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની વચ્ચે રમાઈ રહી છે. જે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium)માં મેચ રમાઈ રહી છે. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner) આજે મેચ રમતા એક મોટો રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. વોર્નરને નામ હવે આઈપીએલમાં 50 ફીફટી નોંધાઈ ચુકી છે. તેના સિવાય એક પણ ખેલાડીઓ ઉપલબ્ધી હાંસલ કરી શક્યો નથી. આમ તે સૌ પ્રથમ 50 ફિફટીના આંકડે પહોંચી શક્યા છે.

 

 

ડેવિડ વોર્નરે 148 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. વોર્નરે આઈપીએલમાં 5,447 રન બનાવ્યા છે. તેમજ તેણે 4 શતક પણ લગાવ્યા છે. ફિફટી લગાવવાની બાબતમાં શિખર ધવન આ યાદીમાં સામેલ છે. તેણે આઈપીએલમાં 43 ફિફટી લગાવી છે. તેના બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા 40-40 ફિફટી સાથે યાદીમાં ત્રીજા સ્થાને સામેલ છે.

 

 

મેચની વાત કરવામાં આવે તો હૈદરાબાદના કેપ્ટન વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. 20 ઓવરમાં 171 રન 3 વિકેટ ગુમાવીને કર્યા હતા. કેપ્ટન વોર્નરે 57 રન અને મનિષ પાંડેએ 61 રન કર્યા હતા. જવાબમાં ચેન્નાઈએ પણ સારી શરુઆત કરી હતી. 10મી ઓવર સુધી કોઈ વિકેટ ગુમાવ્યા વગર રમત રમી હતી.

 

આ પણ વાંચો: IPL 2021 CSKvsSRH: હૈદરાબાદની ચેન્નાઈ સામે હારની પરંપરા જારી, ચેન્નાઈની સતત 5મી જીત

Next Article