IPL 2021: પ્રતિબંધ બાદ મેદાનમાં સાત વર્ષે પગ મુકનારા શ્રીસંતને આ ત્રણ ટીમો આઇપીએલમાં તક આપી શકે છે

|

Jan 24, 2021 | 8:27 AM

હાલમાં જ પોતાના સાત વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટ મેદાનમાં વાપસી કરનારા કેરળ (Kerala) ના ઝડપી બોલર, એસ શ્રીસંત (Sreesanth) IPL માં પોતાનુ પ્રદર્શન દેખાડવા તત્પર છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) માં શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે તે આ વખતે પોતાનુ નામ ઓકશન (auction) માં સામેલ કરશે.

IPL 2021: પ્રતિબંધ બાદ મેદાનમાં સાત વર્ષે પગ મુકનારા શ્રીસંતને આ ત્રણ ટીમો આઇપીએલમાં તક આપી શકે છે
શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે, તે આ વખતે પોતાનુ નામ IPL ઓકશનમાં સામેલ કરશે.

Follow us on

હાલમાં જ પોતાના સાત વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટ મેદાનમાં વાપસી કરનારા કેરળ (Kerala) ના ઝડપી બોલર, એસ શ્રીસંત (Sreesanth) IPL માં પોતાનુ પ્રદર્શન દેખાડવા તત્પર છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ (Instagram Live) માં શ્રીસંતે એ વાતની પુષ્ટી કરી હતી કે તે આ વખતે પોતાનુ નામ ઓકશન (auction) માં સામેલ કરશે. તેને કેટલીક ટીમોએ ફિટનેશ જાળવી રાખવા માટે પણ કહ્યુ છે. શ્રીસંત હાલમાં જ કેરળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં હિસ્સો લીધો હતો.

આ દરમ્યાન તે પોતાના જૂના અંદાજમાં નજરે આવ્યો હતો. કેરળ પાચ મેચોમાં શ્રીસંત એ પાંચ વિકેટ ઝડપી હતી, જે આ ટુર્નામેન્ટમાં કેરળનો ત્રીજો સૌથી સફળ બોલર હતો. શ્રીસંતને યુવા ખેલાડીઓની સામે સ્લેજિંગ કરતો પણ જોવા મળ્યો હતો. સાથે જ ટુર્નામેન્ટમાં પોતાની લેગ સ્પિન પણ પ્રદર્શિત કરી હતી.

ફરીવાર શ્રીસંત મેદાનમાં વાપસી કરતા પોતાની આગળની યોજનાઓને દર્શાવતા વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, મુખ્ય ઉદ્દેશ્ય ભારત માટે 2023 વિશ્વકપ રમવાનો છે, તેમ જ એકવાર ફરી થી આઇપીએલમાં સામેલ થવાનો છે. આઇપીએલમાં અનેક ટીમોને એક ભારતીય અનુભવી ઝડપી બોલરની જરુરીયાત શ્રીસંત પુરી કરી શકે એમ છે. તેની પાસે આઇપીએલનો ખૂબ અનુભવ છે, જે ટીમોને માટે ખૂબ કામ આવી શકે એમ છે. ખાસ કરીને ત્રણ ટીમો તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ખરીદ કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1. ચેન્નાઇ સુપર કિગ્સઃ ટીમની પાસે બોલીંગ એક નબળી કડી રહી છે. ટીમમાં એક અનુભવી ઝડપી બોલરની કમી પાછળની સિઝનથી ખૂબ વર્તાઇ છે. ધોની જે હંમેશાથી ખેલાડીઓના સારા પ્રદર્શન લેવામાં જાણીતો છે. આ કારણ થી પણ શ્રીસંતને ચેન્નાઇમાં તક મળી શકે છે. તે ધોનીની કેપ્ટનશીપમાં લાંબો સમય આંતરરાષ્ટ્રીય રમત રમ્યો છે.

2. કિંગ્સ ઇલેવન પંજાબઃ શ્રીસંતે આઇપીએલ કેરિયરની શરુઆત જ 2008માં પંજાબ સાથે કરી હતી. તે સિઝનમાં તેમે 19 વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટનો બીજો સૌથી સફળ બોલર તે હતો. આવામાં પંજાબ જો ફરી એકવાર તેની પર ભરોસો દર્શાવે છે તો, આ ઝડપી બોલર માટે કરિશ્મા થી કમ નથી. ટીમ પાસે શામીને છોડીને કોઇ અન્ય અનુભવી ખેલાડી નથી. ટીમ પાસે આઇપીએલનો અનુભવ ધરાવતા ઝડપી બોલર નહી હોવાને લઇને શ્રીસંતને પંજાબ પણ તક આપી શકે છે.

3 રાજસ્થાન રોયલ્સઃ શ્રીસંતે પ્રતિબંધ અગાઉ પોતાની આખરી આઇપીએલ રાજસ્થાન રોયલ્સના માટે રમી હતી. રાજસ્થાન રોયલ્સ પાસે કોઇ મોટો ભારતીય ઝડપી બોલર મોજૂદ નથી. માત્ર ઉનડકટ અને કાર્તિક ત્યાગી જ તેના માટે ભારતીય વિકલ્પ છે. ત્યાગીમાં અનુભવની કમી સ્પષ્ટ દેખાઇ આવે છે. તો ઉનડકટ ઝડપી બોલીંગ નથી કરતા. તે મોટેભાગે સ્લો બોલીંગ કરે છે, જેનો બેટ્સમેન ફાયદો ઉઠાવે છે. આવામાં રાજસ્થાન માટે પણ તે એક સારો વિકલ્પ બની શકે છે.

Next Article