IPL 2021:રોહિત શર્માના જબરદસ્ત ઉંચા છગ્ગાને, શિખર ધવન દંગ રહીને જોતો જ રહી ગયો, વાયરલ થયો વિડીયો

|

Apr 21, 2021 | 12:21 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની 13 મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) નો સામનો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે થયો હતો. જેમાં ટોસ જીતને પ્રથમ બેટીંગ કરનારી મુંબઇની ટીમે આપેલા આસાન સ્કોરને લઇને દિલ્હીએ મુંબઇને 6 વિકેટે હાર આપી હતી.

IPL 2021:રોહિત શર્માના જબરદસ્ત ઉંચા છગ્ગાને, શિખર ધવન દંગ રહીને જોતો જ રહી ગયો, વાયરલ થયો વિડીયો
Rohit Sharma

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ની 13 મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) નો સામનો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે થયો હતો. જેમાં ટોસ જીતને પ્રથમ બેટીંગ કરનારી મુંબઇની ટીમે આપેલા આસાન સ્કોરને લઇને દિલ્હીએ મુંબઇને 6 વિકેટે હાર આપી હતી. અમિત મિશ્રા (Amit Mishra) ની બોલીંગ સામે રોહિત શર્મા (Rohit Sharma) ના બેટ્સમેનો એખ બાદ એક ઝડપ થી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે આ પહેલા મુંબઇની સારી શરુઆત રોહિત શર્માની બેટીંગે કરી હતી. રોહિત શર્માએ 44 રનની ઇનીંગ રમી હતી. તે અમિત મિશ્રાનો પ્રથમ શિકાર થયો હતો. જોકે રોહિત શર્માએ બેટીંગ દરમ્યાન જબરદસ્ત અંદાજમાં દેખાયો હતો. તેણે કાગિસો રબાડા (Kagiso Rabada) ના બોલ પર 95 મીટરન લાંબો છગ્ગો લગાવ્યો હતો. આ શાનદાર છગ્ગાને ઉંચો જતો જોઇ શિખર ધવન દંગ રહી ને જોતો જ રહી ગયો હતો.

મુંબઇ ઇન્ડીયન્સની બેટીંગ ઇનીંગની પાંચમી ઓવર કાગિસો રબાડા લઇ આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલને રોહિત શર્માએ સામેની તરફ જબરદસ્ત અંદાજ થી લાંબો છગ્ગો લગાવી દીધો હતો. રોહિત શર્માનો આ છગ્ગો ખૂબ જ ઉંચો અને 95 મીટર લાંબો હતો. રોહિત શર્માના આ છગ્ગાને દંગ રહીને સૌ કોઇ તો જોઇ જ રહ્યા હતા, પરંતુ શિખર ધવન પણ ફિલ્ડીંગ દરમ્યાન આશ્વર્ય સાથે જોઇ રહ્યો હતો. રોહિત શર્મા એ 30 બોલમાં 44 રનની રમત રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરેલી મુંબઇની ટીમને લઇને આમતો બધુ બરાબર જ ચાલી રહ્યુ હતુ, પરંતુ અચાનક જ ધબડકાની શરુઆત થઇ હતી. અમિત મિશ્રાનો સ્પેલ શરુ થતા જ મુંબઇની મુશ્કેલીઓ પણ શરુ થઇ ગઇ હતી. જોકે આ પહેલા ક્વિન્ટન ડી કોક એક જ રન બનાવીને વિકેટ ગુમાવી દેતા ઓપનીંગ જોડી તૂટી ગઇ હતી.

https://twitter.com/nandhinithinks/status/1384537614649237507?s=20

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

મુંબઇ ઇન્ડીયન્સ આ મેચમાં એક બદલાવ સાથે મેદાન પર ઉતરી હતી. ટીમે જયંત યાદવ ને એડમ મિલનના સ્થાન પર પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. તે દિલ્હી ને પોતાની પ્લેયીંગ ઇલેવનમાં બે બદલાવ કરતા અમિત મિશ્રા અને શિમરોન હેટમાયરને ક્રિસ વોક્સ અને લુકમાન મેરિવાલાના સ્થાન પર ઉતાર્યા હતા. જે દાવ દિલ્હીનો સફળ રહ્યો હતો.

Next Article