IPL 2021: શિખર ધવન-ધનશ્રી વર્માએ કર્યા જબરદસ્ત ભાંગડા, જોત જોતામાં વીડિયો થયો વાયરલ

|

Mar 31, 2021 | 10:28 PM

IPL 2021 માટે તમામ ટીમો હાલમાં તૈયારીઓ કરી ચુકી છે. કોરોનાને લઈને ગત વર્ષે આઈપીએલનું આયોજન UAEમાં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવે લીગનું આયોજન દેશમાં પરત ફર્યુ છે.

IPL 2021: શિખર ધવન-ધનશ્રી વર્માએ કર્યા જબરદસ્ત ભાંગડા, જોત જોતામાં વીડિયો થયો વાયરલ
Shikhar Dhawan

Follow us on

IPL 2021 માટે તમામ ટીમો હાલમાં તૈયારીઓ કરી ચુકી છે. કોરોનાને લઈને ગત વર્ષે આઈપીએલનું આયોજન UAEમાં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવે લીગનું આયોજન દેશમાં પરત ફર્યુ છે. જોકે આ વખતે અનેક પરિવર્તન જોવા મળનારા છે. લીગ રાઉન્ડમાં કોઈ પણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર રમનારી નથી. લીગની શરુઆત પહેલા જ શિખર ધવન (Shikhar Dhawan)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં યુઝવેન્દ્રચહલની પત્નિ ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથે તે ડાન્સ કરી રહ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ રહે છે. લોકડાઉન દરમ્યાન તેણે અનેક વીડિયો શેર કર્યા હતા. જે ફેન્સને ખૂબ પસંદ પણ આવ્યા હતા. હાલમાં જ તેણે ધનશ્રી સાથેનો વીડિયો શેર કર્યો છે, તે પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ દરમ્યાન ધનશ્રી ચહલની સાથે જ હતી.

 

ધવને શેર કર્યો વીડિયો
શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે અને ધનશ્રી ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. જે વીડિયોને ધનશ્રી વર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. કેપ્શનમાં ધવને લખ્યુ છે કે, ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા.

 

લોકડાઉનથી શરુ થઈ હતી લવ સ્ટોરી
કેટલાક દિવસો પહેલા જ સિંગર જસ્સી ગિલની સાથે ધનશ્રીનું ગીત ‘ઓયે હોયે હોયે’ રિલીઝ થયુ હતુ, જેને યૂ-ટ્યૂબ પર અત્યાર સુધીમાં 21 લાખથી પણ વધારે લોકો દ્વારા જોવાઈ ચુક્યો છે. ધનશ્રી વર્માએ ડોક્ટર છે. આ ઉપરાંતે તે કોરિયોગ્રાફર પણ છે. લોકડાઉન દરમ્યાન તેની મુલાકાત યુઝવેન્દ્ર ચહલ સાથે થઈ હતી અને ત્યાંથી જ બંનેની લવ સ્ટોરી આગળ ચાલી હતી. આઈપીએલ 2020 પહેલા બંનેએ સગાઈ કરી લીધી હતી અને બાદમાં જલ્દી જ બંને જણાએ ગત વર્ષના અંતમાં લગ્ન પણ કરી લીધા હતા.

 

આ પણ વાંચો: ICC Ranking: વિરાટ કોહલી અને કેએલ રાહુલને નુકશાન, એકેય ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ ના થઇ શક્યો

Next Article