IPL 2021: રોબિન ઉથપ્પા હવે રાજસ્થાનના બદલે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ઓપનિંગમાં ઉતરશે

|

Jan 22, 2021 | 9:25 AM

રોબિન ઉથપ્પા (Robin Uthappa) ને IPL 2021 માટે ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) હવે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. ચેન્નાઇએ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પાસે થી આ ખેલાડીને ટ્રેડ કરી પોતાની સાથે લઇ લીધો છે.

IPL 2021: રોબિન ઉથપ્પા હવે રાજસ્થાનના બદલે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ઓપનિંગમાં ઉતરશે
Robin Uthappa

Follow us on

IPL 2021- રોબિન ઉથપ્પા (Robin Uthappa) ને IPL 2021 માટે ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) હવે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. ચેન્નાઇએ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પાસે થી આ ખેલાડીને ટ્રેડ કરી પોતાની સાથે લઇ લીધો છે. 35 વર્ષનો રોબિન ઉથપ્પા રોયલ્સ માટે ગત સિઝનમાં ત્રણ કરોડ રુપિયામાં ખરીદ કરવામાં આવ્યો હતો. તે આ પહેલા મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) , રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) , પુણે વોરિયર્સ (Pune Warriors) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) માટે રમી ચુક્યો હતો. રોબિન ઉથપ્પા અત્યાર સુધીમાં IPL માં 189 મેચ રમ્યો છે. જેમાં તેમે 129.99 ની સ્ટ્રાઇક રેટથી 4607 રન બનાવ્યા હતા. તેના નામે 24 અર્ધશતક છે.

ઉથપ્પા વર્ષ 2014માં ઓરેન્જ કેપ વિજેતા પણ રહ્યો હતો. તે સિઝનમાં તેણ કેકેઆર ને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે 2008 ની પ્રથમ સિઝન થી જ આઇપીએલ રમી રહ્યો છે. ગત બે સિઝનમાં ઉથપ્પાની રમતમાં થોડી નબળાઇ જોવા મળી છે. 2019માં તેણે કેકેઆર માટે 115.1 ના સ્ટ્રાઇક રેટ થી ફક્ત 282 રન બનાવ્યા હતા. 2020માં તેણે 12 મેચમાં 119.51 ની સરેરાશથી ફક્ત 196 રન બનાવ્યા હતા.

ચેન્નાઇએ તેને સમાવવા પાછળનુ મુખ્ય કારણ પણ એ છે કે, તેની પાસે ઓપનરની ખોટ હતી. શેન વોટ્સન રિટાયર થઇ ચુક્યો છે. મુરલી વિજયને ટીમે રિલીઝ કરી દીધો છે. આવામાં ઉથપ્પાને ઓપનિંગની જવાબદારી સોંપી શકાય છે. ઋતુરાજ તેનો ભાગીદાર ઓપનર હોઇ શકે છે. જોકે ચેન્નાઇ પાસે અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસી, એન જગદિશન અને સેમ કરન જેવા ઓપનર તરીકે વિકલ્પ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોબિન ઉથપ્પાએ રાજસ્થાન રોયલ્સની તરફ થી જારી કરવામાં આવેલી મિડીયા રિલીઝમાં જાણકારી અપાઇ હતી. તેમણે કહ્યુ કે, રોયલ્સ સાથે સમય વિતાવ્યો તેનો ખુબ આનંદ લીધો, આ ટીમનો હિસ્સો બનાવીને ખુબ સારુ લાગ્યુ. હવે આઇપીએલ 2021 માટે તે ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે સફર કરવા ઉત્સાહિત છે. રોયલ્સના સીઇઓ જેક લશ મકક્રમ એ કહ્યુ કે, ગુવાહાટી અને નાગપુરમાં ટીમના કેમ્પ દરમ્યાન ખૂબ યોગદાન આપ્યુ હતુ.સિઝન દરમ્યાન વિશ્વ કપ વિનર્સ સેશનમાં તેમના ભાષણમાં તાકાત હતી. ટીમ પાસે હજુ મોટી સંખ્યામાં ઓપનર છે. એટલા માટે જ ચેન્નાઇ થી ઓફર આવી હતી તો, સૌને માટે યોગ્ય વિચારતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોબિનને ચેન્નાઇ સાથે સિઝન માટે ખૂબ શુભેચ્છાઓ.

Next Article