IPL 2021: ઋષભ પંતએ મહેન્દ્રસિંહ ધોની બનવાની જરુર નથી, પોતે જ શાનદાર ખેલાડી છે-પાર્થિવ પટેલ

|

Apr 01, 2021 | 9:46 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ વિકેટકિપર પાર્થીવ પટેલ (Parthiv Patel) એ ઋષભ પંતને IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) માટે એક્સ ફેક્ટર તરીકે પસંદ કર્યો છે.

IPL 2021: ઋષભ પંતએ મહેન્દ્રસિંહ ધોની બનવાની જરુર નથી, પોતે જ શાનદાર ખેલાડી છે-પાર્થિવ પટેલ
Rishabh Pant-Parthiv Patel

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ વિકેટકિપર પાર્થીવ પટેલ (Parthiv Patel) એ ઋષભ પંતને IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે એક્સ ફેક્ટર તરીકે પસંદ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, પંત ને મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) જેવા બનવા માટે નો પ્રયાસ નહી કરવો જોઇએ. તે પોતે જ એક શાનદાર ખેલાડી છે. ઋષભ પંત (Rishabh Pant) ને દિલ્હી કેપિટલ્સ એ આ સિઝન માટે પોતાનો કેપ્ટન પસંદ કર્યો છે. શ્રેયસ ઐયર (Shreyas Aiyar) ને ખભામાં ઇજા પહોંચવાને લઇને તે IPL ની આગામી સિઝન થી બહાર થઇ ચુક્યો છે. આ કારણ થી જ તેને આ મોકો મળ્યો છે. ઐયરની કેપ્ટનશીપમાં IPL 2020માં દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં પહોંચી હતી.

સ્ટાર સ્પોર્ટ્સનો શો ગેમ પ્લાન દરમ્યાન પાર્થિવ પટેલ એ કહ્યુ હતુ કે, પંત પાછળની સિઝનમાં પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નહોતો. આ વર્ષે તેણે ભારત માટે જે પ્રકારે બેટીંગ કરી છે, મને લાગે છે તેનામાં ખૂબ જ આત્મવિશ્વાસ છે. જ્યારે તમે T20 મેચ રમી રહ્યા હોય ત્યારે તમે આ જ ઇચ્છતા હોવ છો. વિશેષ પ્રકારે ઋષભ પંત જેવા ખેલાડી મનમાં કોઇ જ શંકા નથી ઇચ્છતો. એમએસ ધોની ની તુલનામાં તેના પર ભાર હતો અને તેણે એમ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે તે પોતે જ એક શાનદાર ખેલાડી છે. તેને એમએસ ધોનીના જેવા બનવાની કોઇ ચિંતા નથી. તે એમએસ ધોની થી વધારે શ્રેષ્ઠ થઇ શકે છે, અથવા તે દરેક વાર પોતાના દમ પર મેચ જીતી શકે છે. એટલા માટે જ મને લાગે છે કે, ઋષભ પંત સંભવિત રીતે દિલ્હી કેપિટલ્સના મુખ્ય ખેલાડી હશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઋષભ પંત પોતાની નવી ભૂમિકાને લઇને કહ્યુ હતુ કે, તેણે આઇપીએલની શરુઆત છ વર્ષ પહેલા દિલ્હી સાથે જોડાઇને કરી હતી. આ ટીમની કેપ્ટનશીપ કરવાનુ મારા માટે સપનુ હતુ, હું મારા ટીમના માલિકોનો આભારી છુ. જેમણે મને આ ભૂમિકા માટે યોગ્ય સમજ્યો. મારી આસપાસ એટલા સારા અને મોટા લોકો છે કે, હું અમારી ટીમના માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવા માટે વધારે રાહ જોઇ નથી શકતો.

Next Article