IPL 2021: રાજસ્થાનને મેચ પહેલા જોફ્રા આર્ચરની ખોટ, તેનો ફાયદો મળી શકે છે ચેતન સાકરીયા અને જયદેવ ઉનકડટને

|

Apr 12, 2021 | 7:29 AM

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના નવા ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારા (Kumar Sangakara) એ એકરાર કર્યો છે કે, જોફ્રા આર્ચર (Jofra Archer) ની ખોટ વર્તાશે. IPL 2021 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે સોમવારે મુંબઇમાં રમનારી છે.

IPL 2021: રાજસ્થાનને મેચ પહેલા જોફ્રા આર્ચરની ખોટ, તેનો ફાયદો મળી શકે છે ચેતન સાકરીયા અને જયદેવ ઉનકડટને
Joffra Archer

Follow us on

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના નવા ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારા (Kumar Sangakara) એ એકરાર કર્યો છે કે, જોફ્રા આર્ચર (Jofra Archer) ની ખોટ વર્તાશે. IPL 2021 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે સોમવારે મુંબઇમાં રમનારી છે. જેને લઇને સંગાકારાએ જોફ્રા આર્ચરને લઇને આ નિવેદન આપ્યુ હતુ. આર્ચર હાલમં ઇજાને લઇને રમત થી દુર છે. આઇપીએલ પહેલા ભારત સામે વન ડે શ્રેણી દરમ્યાન પણ ઇંગ્લેડ ની ટીમ વતી તે રમી શક્યો નહોતો. તેણે તેના હાથમાં થયેલી ઇજાની સર્જરી કરાવીને હાલમાં તે આરામ કરી રહ્યો છે. સંગાકારાએ આશા દર્શાવી હતી કે, ભારતીય યુવા ઝડપી બોલર આઇપીએલ માં જોફ્રાની ગેરહાજરીથી મળવાનો પૂરો ફાયદો ઉઠાવી શકશે.

હાથમાં ઇજા પહોચવાને લઇને ભારત પ્રવાસ પર બોલીંગ કરનાર ઇંગ્લેંડનો આ સ્ટાર બોલર હાલમાં સર્જરી બાદ આરામ કરી રહ્યો છે. જેને લઇને હજુ એ વાત નિશ્વીત થઇ શકી નથી કે તે, આઇપીએલમાં બાકીની મેચો માટે હિસ્સો લેશે કે નહી. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારને આશા છે કે, આર્ચર આગળ મેચો દરમ્યાન ઉપલબ્ધ રહી શકશે અને આઇપીએલમાં તે પોતાની ભૂમિકા નિભાવશે. પાછળના કેટલાક વર્ષો થી ઝડપી બોલીંગ રાજસ્થાન રોયલ્સની નબળી કડી રહી છે અને તેના સૌથી અનુભવી બોલર જયદેવ ઉનડકટ દમદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

કેપ્ટનને પણ છે અહેસાસ
સંગકારાએ સોમવાર એ પંજાબ કિંગ્સ ની સામે થનારી મેચ પહેલા કહ્યુ છે કે, સંજૂ (સેમસન) અને હું, બંને સહમત છીએ કે, આ એક અમારા માટે મોટો ઝટકો છે. જોફ્રા આર્ચર અમારી ટીમનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અને તેનુ હાજર નહી હોવુ એ દુર્ભાગ્યપુર્ણ છે પરંતુ તે વાસ્તવિકતા છે. અમારે તેને ધ્યાનમાં રાખીને કાર્ય કરવુ પડશે અને તેના મુજબ જ યોજવા ઘડવી પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઓછો અનુભવ થઇ શકે છે, ફાયદાનો સોદો
ઉનડકટ ઉપરાંત તેમની પાસે હવે ચેતન સાકરિયા અને પ્રતિભાશાળી કાર્તિક ત્યાગી પણ વિકલ્પ છે. આઇપીએલની અનેક સિઝનમાં રમી ચુકેલા સંગકારાએ કહ્યુ, અનુભવહિનતા કદાચ જ આપના પક્ષમાં કામ કરી શકે છે, કારણ કે વિરોધી ટીમને આપના અંગે વધારે જાણકારી હોતી નથી. આઇપીએલ માં ઝડપી બોલીંગ કરવી એ આસાન કાર્ય નથી. અને અમારે એ જોવાનુ છે.

તેમણે કહ્યુ હતુ કે, વધારે વિકેટ બેટીંગ માટે સારી છે. આવામાં તમારી પાસે કૌશલ્ય હોવુ એ જરુરી છે. અમારી પાસે કાર્તિક ત્યાગી છે., જેણે ગઇ સિઝનમાં ખૂબ સારુ પ્રદર્શન કર્યુ હતુ. આ વખતે અમારી પાસે કુલદિપ યાદવ જુનિયર અને ચેતન સાકરિયાના રુપમાં નવો વધારાનો બોલર છે. સંગાકારા માટે એ જરુરી છે કે, આ યુવાઓને મેચની પરિસ્થીતીઓને સમજવા અને તેના અનુસાર બોલીંગ કરવાને માટે તૈયાર કરવામાં આવે.

Next Article