IPL 2021: શાહરુખ ખાનની બેટીંગના પ્રિતી ઝીંટાએ કર્યા વખાણ, ચેન્નાઈ સામે એકલા હાથે ઝઝુમ્યો હતો

|

Apr 17, 2021 | 10:28 PM

IPL 2021માં ત્રણ વખત વિજેતા બની ચુકેલી ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super kings) શુક્રવારે કેએલ રાહુલ (KL Rahul)ની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સ (Punjab Kings)ને આસાનીથી હરાવી દીધુ હતુ.

IPL 2021: શાહરુખ ખાનની બેટીંગના પ્રિતી ઝીંટાએ કર્યા વખાણ, ચેન્નાઈ સામે એકલા હાથે ઝઝુમ્યો હતો
Preity Zinta

Follow us on

IPL 2021માં ત્રણ વખત વિજેતા બની ચુકેલી ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super kings) શુક્રવારે કેએલ રાહુલ (KL Rahul)ની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સ (Punjab Kings)ને આસાનીથી હરાવી દીધુ હતુ. પંજાબના બેટ્સમેનો મેચ દરમ્યાન એક એક રન માટે તરસતા રહ્યા હોય તેવી લાચાર સ્થિતીમાં હતુ. આવી પરિસ્થિતી વચ્ચેથી પંજાબને ઉગારવા જેવુ કામ શાહરુખ ખાને (Shahrukh Khan) કર્યુ હતુ.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુશ્કેલ સમયમાં તેણે 36 બોલમાં 47 રન કર્યા હતા. જેનાથી પંજાબ 100 રનના આંકડાને પાર કરી શક્યુ હતુ. જો શાહરુખ ખાનના બેટથી રન ના નીકળ્યા હોત તો ચેન્નાઈ સામે 100 રનનો સ્કોર કરવો પણ મુશ્કેલ બની જતો. શાહરુખની ઈનીંગને લઈને પંજાબની લાજ બચી શકી અને ઓછા સ્કોર પર સમેટાઈ જવાથી બચી શકાયુ હતુ. જેને લઈને હવે પ્રિતી ઝીન્ટા (Preity Zinta)એ ટ્વીટ કરીને શાહરુખના વખાણ કર્યા હતા.

 

 

ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. દિપક ચાહરે પોતાની શાનદાર બોલીંગ વડે પંજાબને મોટો સ્કોર કરવો મુશ્કેલ બનાવી દીધો હતો. પંજાબ 20 ઓવરની ઈનીંગ રમીને 8 વિકેટે 106 રન બનાવી શક્યુ હતુ. જેમાં શાહરુખ ખાનનો સ્કોર સૌથી વધુ રહ્યો હતો. ચેન્નાઈએ 15.4 ઓવરમાં જ વિજયી લંક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પંજાબ કિંગ્સની સહ માલિક પ્રિતી ઝીન્ટા ભલે ટીમના દેખાવથી ખુશ નહોતી, પરંતુ શાહરુખ ખાનના તેણે વખાણ કર્યા હતા.

 

દબાણ વચ્ચે સારી બેટીંગ

પોતાની ટીમની હારથી પ્રિતી ઝીન્ટા ખૂબ નિરાશ છે. તેણે કહ્યુ હતુ કે જે ટીમનો દિવસ નહોતો. તેણે શાહરુખ ખાનની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, તેણે દબાણ વચ્ચે સારુ કામ કર્યુ હતુ. પ્રિતીએ ટ્વીટ કર્યુ હતુ કે, આજે અમારો દિવસ નહોતો, પરંતુ કેટલીક સકારાત્મક બાબતો રહી હતી. SRKએ દબાણની સ્થિતીમાં સારી બેટીંગ કરી હતી અને બોલરોએ પાછળની મેચથી સારી વાપસી કરી હતી. સારુ એ રહેશે કે આગળ વધો અને આને પાછળ છોડી દો. આશા છે કે મેચથી પંજાબ કિંગ્સને શીખ મળી હશે. CSKએ સારી રમત દેખાડી હતી.

 

આટલા કરોડમાં ખરીદ્યો હતો શાહરુખને

પંજાબ કિંગ્સે આઈપીએલ 2021ના ઓક્શન દરમ્યાન શાહરુખ ખાનને 5.25 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા જ હતી. પંજાબ કિંગ્સે તેની પર આવડી મોટી રકમનો દાવ રમવાનું કારણ પણ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં તેના રહેલા દેખાવનું કારણ હતુ. T20 ફોર્મેટમાં રમાનારી ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલીમાં શાહરુખ ખાને સૌથી વધારે સ્ટ્રાઈક રેટ વાળો બેટ્સમેન રહ્યો હતો તો તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ધમાકેદાર ઈનીંગ રમીને તામિલનાડુ સામે એકલા હાથે જીત અપાવી હતી. શાહરુખે હિમાચલ પ્રદેશ સામે રમાયેલી મેચમાં 19 બોલમાં જ 40 રન ફટકાર્યા હતા. આવામાં મિડલ ઓર્ડરમાં તે પંજાબને ટીમ માટે મજબૂતી પુરી પાડી શકે છે.

 

 

Next Article