IPL 2021 PBKSvsSRH: પંજાબ કિંગ્સનો સનરાઈઝર્સ સામે ધબડકો, 120 રનમાં ઓલઆઉટ, ખલીલની 3 વિકેટ

સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે આજે ચેન્નાઇમાં આઇપીએલ 2021ની 14મી મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021 PBKSvsSRH: પંજાબ કિંગ્સનો સનરાઈઝર્સ સામે ધબડકો, 120 રનમાં ઓલઆઉટ, ખલીલની 3 વિકેટ
Hyderabad vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 21, 2021 | 5:39 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે આજે ચેન્નાઇમાં આઇપીએલ 2021ની 14મી મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરેલી પંજાબની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. 19.4 ઓવરમાં પંજાબ કિંગ્સ 120 રન બનાવીને જ સમેટાઈ ગઈ હતી. મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને શાહરુખ ખાને 22-22 રન કર્યા હતા. જ્યારે ખલિલ અહેમદે (Khaleel Ahmed) 3 અને અને અભિષેક શર્માએ 2 વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સની બેટીંગ

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

પંજાબ કિંગ્સ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પંજાબે તેના બેટ્સમેનો પર ભરોસો મુકી લીધેલો દાવ જાણે ખોટો સાબિત થયો હતો. એક બાદ એક તેના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ માત્ર 4 રન, મયંક અગ્રવાલ 25 બોલમાં 22 રન, ક્રિસ ગેઈલ 17 બોલમાં 15 રન, નિકોલસ પૂરણ શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠા હતા. દિપક હુડ્ડાએ 13 અને શાહરુખ ખાને 22 રન બનાવ્યા હતા. આમ એક બાદ એક ઝડપથી વિકેટો ગુમાવતા પંજાબે 120 રનનું આસાન લક્ષ્ય હૈદરાબાદ સામે રાખ્યુ હતુ.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

ખલીલ અહેમદે આજે ત્રણ વિકેટ ઝડપી હતી. તેમે 4 ઓવર કરીને 21 રન આપીને જબરદજસ્ત દેખાવ કર્યો હતો. અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, સિધ્ધાર્થ કૌલ અને રાશિદ ખાને ખએ એક વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સના બોલરોએ આજે પંજાબને શરુઆતથી જ દબાણમાં રાખીને ઓછા સ્કોર માટે નિયંત્રણમાં રાખ્યુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">