IPL 2021 PBKSvsRCB: હરપ્રિતે બેંગ્લોરની બેટીંગ લાઈન તોડી નાંખી, પંજાબે બેંગ્લોરને 34 રને હરાવ્યુ

|

Apr 30, 2021 | 11:16 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાઈ હતી.

IPL 2021 PBKSvsRCB: હરપ્રિતે બેંગ્લોરની બેટીંગ લાઈન તોડી નાંખી, પંજાબે બેંગ્લોરને 34 રને હરાવ્યુ
Punjab vs Bangalore

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાઈ હતી. બેંગ્લોર સામે પંજાબે શાનદાર જીત મેળવી હતી. જેમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

 

દિલ્હીના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ઓપનીંગમાં આવીને 91 રનની અણનમ ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને દિલ્હીએ 179 રન બનાવ્યા હતા. હરપ્રિત બ્રાર (Harpreet Brar)ની બોલીંગ સામે બેંગ્લોરની કમર તુટી ગઈ હોય એવી સ્થિતી સર્જાઈ હતી. બેંગ્લોરની સારી શરુઆત છતાં પણ 20 ઓવરમાં 8 વિકેટે 145 રન કરી 34 રને હાર મેળવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

આ પહેલા 6 મેચમાંથી પાંચ મેચ જીતનાર અને સિઝનમાં સતત જીત મેળવતી આરસીબીએ સારી શરુઆત કરી હતી, પરંતુ હરપ્રિત બ્રારની બોલીંગે RCBના તમામ ગણિત બદલી નાંખ્યા હતા. સિઝનમાં આજે બીજી હાર સહવી પડી હતી. વિરાટ કોહલી અને મેક્સવેલને બ્રારે સળંગ બે બોલમાં બંનેને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. વિરાટ કોહલીએ 35 રન કરીને ક્લીન બોલ્ડ થઈ વિકેટ ગુમાવી હતી.

 

 

દેવદત્ત પડિક્કલે 7 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલ કોહલીના આગળના બોલે જ ક્રિઝ પર આવી ક્લીન બોલ્ડ થતાં આઉટ થયો હતો. તે પોતાના આઉટને થઈને દંગ રહી ગયો હતો. એબી ડિવિલીયર્સ 3 રન કરી વિકેટ ગુમાવી હતી. શાહબાઝ અહેમદ 8 અને ડેનિયલ સેમ્સ 3 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. હર્ષલ પટેલે 13 બોલમાં 31 રન કર્યા હતા.

 

પંજાબ કિંગ્સની બોલીંગ
હરપ્રિત બ્રારે જબરદસ્ત જાદૂ દર્શાવ્યો હતો. પહેલા બેટીંગમાં કમાલ કર્યા બાદ તેણે બોલીંગમાં પણ જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે ત્રણ વિકેટ ચાર ઓવર દરમ્યાન ઝડપી હતી. જેમાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને ડિવીલયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટ ઝડપીને પંજાબને મેચમાં એક તરફી બનાવી દેવા માફક ટર્નીગ પોઈન્ટ સર્જયો હતો.

 

 

તેણે એક ઓવર મેઈડન કરીને 19 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈએ 4 ઓવર કરીને 17 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મંહમદ શામી, રિલે મેરેડિથ અને ક્રિસ જોર્ડને એક એક વિકેટ ઝડપી હતી.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

દિલ્હીએ ટોસ હારીને બેટીંગની શરુઆત કરતા પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલે ભાગીદારી ઈનીંગ રમીને સ્કોર બોર્ડને આગળ ચલાવ્યુ હતુ. કેએલ રાહુલે અણનમ 91 રન 57 બોલમાં કર્યા હતા. તેણે 5 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. ક્રિસ ગેઈલે 24 બોલમાં 46 રન કર્યા હતા. જ્યારે હરપ્રિત બ્રારે 17 બોલમાં 25 રનની રમત રમી હતી.

 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

કાયલ જેમિસને 3 ઓવર કરીને 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ડેનિયલ સેમ્સે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ ઝડપીને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. શાહબાઝ અહમદે 2 ઓવરમાં એક વિકેટ ઝડપીને 11 રન કર્યા હતા.

Next Article