IPL 2021 PBKSvsMI: મુંબઈ ઈન્ડીયન્સની ધીમી બેટીંગે પંજાબ સામે 6 વિકેટે 131 રન કર્યા, રોહિત શર્માના 63 રન

|

Apr 23, 2021 | 9:30 PM

ચેન્નાઈમાં શુક્રવારે મુંબઇ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ (Mumbai Indians vs Punjab Kings) વચ્ચે આઇપીએલ 2021ની 17મી મેચ રમાઈ રહી છે.

IPL 2021 PBKSvsMI: મુંબઈ ઈન્ડીયન્સની ધીમી બેટીંગે પંજાબ સામે 6 વિકેટે 131 રન કર્યા, રોહિત શર્માના 63 રન
Mumbai vs Punjab

Follow us on

ચેન્નાઈમાં શુક્રવારે મુંબઇ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ (Mumbai Indians vs Punjab Kings) વચ્ચે આઇપીએલ 2021ની 17મી મેચ રમાઈ રહી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ ઈનીંગ ખરાબ રમત સાથે શરુ થઈ હતી. રોહિત શર્મા (Rohit Sharma)એ ફીફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે ટીમ મુંબઈએ 6 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા.

 

મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેપ્ટન રોહિત શર્માએ ફીફટી કરી હતી. તેણે 51 બોલમાં 63 રન કર્યા હતા, ઈનીંગ દરમ્યાન 2 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. ટોસ હારીને બેટીંગ માટે મેદાને ઉતરેલી મુંબઈની ટીમની શરુઆત નબળી રહી હતી. ક્વિન્ટન ડીકોક 3 રન કરીને જ દિપક હુડ્ડાનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. આમ મુંબઈએ ટીમના 7 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 26 રનના સ્કોર પર ઈશાન કિશનના રુપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ઈશાન કિશને 17 બોલ રમીને માત્ર 6 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 27 બોલમાં 33 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ એક અને કૃણાલ પંડયા ત્રણ રન કરીને આઉટ થયા હતા. કિરોન પોલાર્ડે 16 રન અણનમ કર્યા હતા.

 

પંજાબ કિંગ્સની બોલીંગ

ટોસ જીતીને બોલીંગ પસંદ કરનાર પંજાબની ટીમ મુંબઈને રનના મામલામાં નિયંત્રણ રાખવા સાથે શરુઆતમાં બે વિકેટ પણ ઝડપથી મેળવવામાં સફળ રહ્યુ હતુ. જોકે બાદમાં વિકેટ લેવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી, તેણે 21 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 3 ઓવર કરીને 28 રન આપી એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 3 ઓવર કરી 15 રન આપી એક વિકેટ ઝડપી હતી.

Next Article