IPL 2021 PBKSvsMI Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

|

Apr 23, 2021 | 6:02 PM

આઈપીએલ 2021 (IPL 2021)માં શુક્રવારે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)નો સામનો પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે થનારો છે. બંને ટીમો પાછળની મેચોને હારી ચુકી છે.

IPL 2021 PBKSvsMI Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ
Mumbai vs Punjab

Follow us on

આઈપીએલ 2021 (IPL 2021)માં શુક્રવારે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians)નો સામનો પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે થનારો છે. બંને ટીમો પાછળની મેચોને હારી ચુકી છે. પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ નીચલા ક્રમે છે તો બીજી તરફ મુંબઈની ટીમે 4માંથી 2 મેચ જીતીને ચાર નંબર પર છે. મુંબઈની ટીમની સફર પણ અત્યાર સુધી દિલચસ્પ રહી છે. બે મેચોમાં જીત ઉપરાંત મુંબઈએ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પંજાબ ઉપર દબાણ રહેશે, કારણ કે તેણે લગાતાર હારનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ચારમાંથી અત્યાર સુધીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે.

 

પંજાબ અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ આઈપીએલમાં રમાઈ ચુકી છે. જેમાં બંને વચ્ચે ટક્કર આકરી રહી છે. પંજાબ કિંગ્સે 14 મેચ જીતી છે તો મુંબઈએ 12 મેચ જીતી છે. પાછળની સિઝનમાં બંને ટીમો વચ્ચે ડબલ સુપર ઓવર રમાઈ હતી. આ મેચમાં મુંબઈ પાસે પંજાબ કિંગ્સ સામે પોતાની 15મી જીતનો મોકો આજે છે તો પંજાબ કિંગ્સ પાસે 13મી જીતનો મોકો છે. કે એલ રાહુલની કેપ્ટનશીપ ધરાવતી પંજાબની ટીમ પોતાની પાછળની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી હાર સહવી પડી હતી. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટનશીપ ધરાવતી મુંબઈની ટીમે પોતાની પાછળની મેચમાં દિલ્હી કેપિટલ્સથી હાર મળી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ક્યારે રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મેચ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડીયન્સ વચ્ચે મેચ શુક્રવાર, 23 એપ્રિલે રમાશે.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સની મેચ કયા સમયે શરુ થશે?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડીયન્સની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ક્યાં રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ ચેન્નાઈના એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

 

ક્યા થશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે મેચનું લાઈવ પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Next Article