IPL 2021 PBKS vs KKR Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો મેચ

|

Apr 26, 2021 | 5:06 PM

આઇપીએલમાં સોમવારે કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપ વાળી પંજાબ કિંગ્સ (Punjab Kings) નો સામનો કલકત્તા નાઇટ રાઇડર્સ સામે થનારો છે.

IPL 2021 PBKS vs KKR Live Streaming: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો મેચ
Kolkata vs Punjab

Follow us on

આઇપીએલમાં સોમવારે કેએલ રાહુલ (KL Rahul) ની કેપ્ટનશીપ વાળી પંજાબ કિંગ્સ (Punjab Kings) નો સામનો કલકત્તા નાઇટ રાઇડર્સ સામે થનારો છે. જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમનાનારી છે. આ સિઝનમાં પ્રથમ વાર આ સ્ટેડિયમમાં મેચ રમનારી છે.

આઇપીએલ 2021 ની સિઝનમાં અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના હિસ્સામાં 12 મેચ આવી છે. જેમાં પ્લેઓફ અને ફાઇનલ મેચ પણ સામેલ છે. પંજાબ કિંગ્સ એ ટુર્નામેન્ટની શરુઆત જીત સાથે કરી હતી. જોકે ત્યાર બાદ સળંગ ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે. ઇંગ્લેંડ ના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) ની આગેવાની કલકત્તાની ટીમ પ્રદર્શનમાં સુધારો કરવામાં પણ નિષ્ફળ રહી છે. ટીમ ને પાછળની મેચમાં રોયલ્સ સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

કલકત્તા નાઇટ રાઇડર્સ એ અત્યાર સુધીમાં પાંચમાંથી ફક્ત એક જ મેચ જીતી છે, બીજી તરફ પંજાબ કિંગ્સ એ પાંચમાંથી બે મેચ જીતી છે. બંને ટીમો જીત મેળવી પોતાની સ્થિતીમાં સુધારવાનો પ્રયાસ કરશે. કલકત્તા ની સૌથી વધુ ચિંતા તેનો મધ્યમક્રમ છે. જે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહે છે. કલકત્તા ના કેપ્ટન ઇયોન મોર્ગન પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે પાંચ મેચમાં અત્યાર સુધીમાં માત્ર 45 રન જ બનાવ્યા છે. અંતિમ મેચ દરમ્યાન તો તે ખાતુ ખોલ્યા વિના જ પરત ફર્યો હતો. પંજાબનો બેટીંગ ક્રમ મજબૂત છે અને કેપ્ટન કેએલ રાહુલ ટીમ તરફ થી સતત સારુ પ્રદર્શન કરનારો ખેલાડી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ક્યારે રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ સોમવાર, 26 એપ્રિલે રમાશે.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ કયા સમયે શરુ થશે?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ક્યાં રમાશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચનુ લાઇવન પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Next Article