IPL 2021 PBKSvsDC: પંજાબે દિલ્હી સામે 6 વિકેટે 166 રન કર્યા, મયંક અગ્રવાલના અણનમ 99 રન

|

May 02, 2021 | 9:32 PM

કેએલ રાહુલની તબિયત લથડતા તેની ગેરહાજરીમાં મયંક અગ્રવાલે (Mayank Agrawal) કેપ્ટનશીપ સંભાળી હતી. પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મયંક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા.

IPL 2021 PBKSvsDC: પંજાબે દિલ્હી સામે 6 વિકેટે 166 રન કર્યા, મયંક અગ્રવાલના અણનમ 99 રન
Punjab vs Delhi

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલની તબિયત લથડતા તેની ગેરહાજરીમાં મયંક અગ્રવાલે (Mayank Agrawal) કેપ્ટનશીપ સંભાળી હતી. પંજાબે રમતની શરુઆત ધીમી કરી હતી. મયંક અગ્રવાલે 99 રન કર્યા હતા. 20 ઓવરના અંતે 6 વિકેટે 166 રન કર્યા હતા.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કેએલ રાહુલની ગેરહાજરીમાં કેપ્ટન મયંક અગ્રવાલ એક રન માટે શતક ચુક્યો હતો. તેણે 58 બોલમાં અણનમ 99 રન કર્યા હતા. પ્રભસિમરીન સિંઘ 12 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ક્રિસ ગેઈલે 13 રન કરીને વિકેટ ગુમાવી હતી. ડેવિડ મલાન 26 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ એક રન કર્યા હતા. શાહરુખ ખાને 4 રન કર્યા હતા. ક્રિસ જોર્ડને 2 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે 4 રન કર્યા હતા.

 

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

કાગીસો રબાડાએ 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. લલિત યાદવે 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા.

Next Article