IPL 2021: પાર્થિવ પટેલે મુંબઇ ઇન્ડીયન્સની ચેન્નાઇ અને દિલ્હીમાં રમતને લઇને આપ્યુ નિવેદન, કહી આવી વાત

|

Mar 18, 2021 | 8:47 AM

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલે (Parthiv Pate) IPL ની આગામી સિઝનમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો છે.

IPL 2021: પાર્થિવ પટેલે મુંબઇ ઇન્ડીયન્સની ચેન્નાઇ અને દિલ્હીમાં રમતને લઇને આપ્યુ નિવેદન, કહી આવી વાત
Parthiv Patel

Follow us on

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલે (Parthiv Pate) IPL ની આગામી સિઝન 14 મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો છે. પાર્થિવ પટેલનુ માનવુ છે કે, આગામી સિઝનમાં ચેન્નાઇ (Chennai) અને દિલ્હી (Delhi) ની ધીમી પિચો પર રમતથી ટીમને કોઇ જ નુકશાન નહી થાય. પાર્થિવ પટેલ એ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, તેનાથી મુંબઇ ઇન્ડીયન્સને કોઇ નુકશાન પહોંચે. જો તમે મુંબઇ ઇન્ડીયન્સની ટીમને પાછળના વર્ષની નજરથી જોશો તો, ટીમ પાસે કોઇ જ અનુભવી સ્પિનર નથી.

મુંબઇ પાસે કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહર છે. પરંતુ તેમની પાસે કોઇ જ અનુભવી સ્પિનર નહોતો. પરંતુ મુંબઇની ટીમે આ વર્ષની હરાજી દરમ્યાન મહત્વનુ કાર્ય એ કર્યુ છે, તેમણે લેગ સ્પિનર પિયુષ ચાવલાને ખરીદી લીધો છે. ચાવલા પાસે અનુભવ છે, તેઓ જાણે છે કે, ચેન્નાઇની ધીમી અને નિચલી પીચ પર કેવી રીતે બોલીંગ કરવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે, એટલા માટે જ મારુ માનવુ છે કે મુંબઇ એ તમામ ક્ષેત્રોને કવર કરી લીધા છે. હવે જો કે એ વાત પર નિર્ભર કરે છે કે, તેઓ ક્યા રમે છે. તેનું તેમને કોઇ જ નુકશાન નહી થાય. ચેમ્પિયન્સ આ જ કામ કરે છે. ટુર્નામેન્ટ જીતવા બાદ તેઓ એ સ્થાનને ભરે છે, જે સ્થાન ખાલી રહી ગયા હોય. મુંબઇ ઇન્ડીયન્સે એ જ કામ કર્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પાર્થિવ પટેલે ગત વર્ષના અંતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તી જાહેર કરી હતી. ત્યારબાદ તે મુંબઇ ઇન્ડીયન્સની ટીમ સાથે જોડાયો હતો. તે મુંબઇ માટે ટેલેન્ટ સ્કાઉટની જવાબદારી માટે જોડાયો હતો. જેના દ્વારા તે મુંબઇ માટે નવી પ્રતિભા શોધવાનુ કાર્ય કરવાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આઇપીએલમાં ક્રિકેટ રમવા દરમ્યાન પણ પાર્થિવ પટેલ 2015 અને 2017 માં મુંબઇ ઇન્ડીયન્સનો હિસ્સો હતો.

Next Article