IPL 2021: હવે સનરાઈઝર્સ હૈદરાબાદને પણ ચિંતા વધી, ભૂવનેશ્વરની ઈજાને લઈને પરેશાની

|

Apr 22, 2021 | 8:54 PM

આઈપીએલ 2021ની સિઝનમાં હાલમાં જ પ્રથમ જીતનો સ્વાદ ચાખનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમને ચિંતા વધી ગઈ છે. માંડ ચોથી મેચમાં ગાડી પાટે ચઢી હતી,

IPL 2021: હવે સનરાઈઝર્સ હૈદરાબાદને પણ ચિંતા વધી, ભૂવનેશ્વરની ઈજાને લઈને પરેશાની
Sunrisers Hyderabad

Follow us on

આઈપીએલ 2021ની સિઝનમાં હાલમાં જ પ્રથમ જીતનો સ્વાદ ચાખનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમને ચિંતા વધી ગઈ છે. માંડ ચોથી મેચમાં ગાડી પાટે ચઢી હતી, ત્યાં હવે તેમનો સ્ટાર બોલર ઈજાગ્રસ્ત થવાને લઈને ટીમને હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. IPLની ચોથી મેચ દરમ્યાન પંજાબ કિંગ્સ સામે હૈદરાબાદની મેચ રમાઈ હતી. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ભૂવનેશ્વરને ઈજાને લઈને હવે સનરાઈઝર્સની પરેશાની વધી ગઈ છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભૂવનેશ્વરે પંજાબ કિંગ્સ સામે તેના ક્વોટાના 4 ઓવરોમાં ત્રણ તો પાવર પ્લેમાં જ નાંખી હતી. ભૂવનેશ્વરે આ 3 ઓવરોમાં 16 રન આપ્યા હતા. સાથે જ તેણે કેએલ રાહુલની મોટી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભૂવનેશ્વર મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને તેની અંતિમ ઓવર પણ નાંખવા માટે પરત ફર્યો નહોતો. જોકે એ વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પોતાની અંતિમ ઓવર ડેથ ઓવરમાં નાંખશે.

 

જોકે, ડેથ ઓવરમાં સિધ્ધાર્થ કૌલ અને ખલિલ અહેમદ એ મળીને બોલીંગ કરી હતી. હવે સવાલ એ હતો કે, ભુવનેશ્વરને આખરે થયુ શુ હતુ. તો તેનો જવાબ મળ્યો હતો કોમેન્ટરી કરી રહેલા લિસા સ્થાલેકર થઈએ બતાવ્યુ હતુ કે, ભુવનેશ્વરને હકીકતમાં જાંઘોમાં ખેંચાણ થયુ હતુ. તેમણે એ પણ કહ્યુ હતુ કે, સનરાઈઝર્સ માટે એ સારો સંકેત નથી. આ એ ટીમની ચિંતા વધારનારુ છે, જે ટીમનો એક ઝડપી બોલર ટી નટરાજન પહેલા થી જ ઈજાગ્રસ્ત છે.

 

ભૂવનેશ્વર અને ઈજા

ભૂવનેશ્વરને ઈજા એવા સમયે થઈ છે, જ્યારે સનરાઈઝર્સને તેના સાથની સૌથી વધારે જરુર છે. જોકે ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ આ અંગે અધિકારીક રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ભૂવી આ પહેલા પણ ઈજાગ્રસ્ત હતો. પાછળની આઈપીએલ સિઝનમાં તે હેમસ્ટ્રિંગ ઈજાને લઈને રમી શક્યો નહોતો. આ પહેલા પાછળના વર્ષે તેને સ્પોર્ટસ હર્નિયાનું ઓપરેશન થયુ હતુ. જેને લઈને પણ તે કેટલોક સમય ક્રિકેટથી દુર રહ્યો હતો. હવે જ્યારે ઇંગ્લેંડ સામે સિરીઝ થી તેમની ક્રિકેટમાં વાપસી થઈ હતી, તો ફરી એકવાર તેને ઇજા જકડવા લાગી છે.

 

Next Article