IPL 2021: કોઈ ટીમે ખરીદી જ નહીં કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિંચનું દર્દ છલકાયુ

|

Feb 21, 2021 | 10:24 PM

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની નવી સિઝનને માટે મિની ઓકશન (IPL Auction)માં જ્યા કેટલાક ખેલાડીઓ પર જાણે કે ધનવર્ષા સર્જાઈ હતી તો કેટલાક ખેલાડીઓએ ખાલી હાથે જ રહેવુ પડ્યુ હતુ.

IPL 2021: કોઈ ટીમે ખરીદી જ નહીં કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિંચનું દર્દ છલકાયુ
Aaron Finch (File Image)

Follow us on

ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની નવી સિઝનને માટે મિની ઓકશન (IPL Auction)માં જ્યા કેટલાક ખેલાડીઓ પર જાણે કે ધનવર્ષા સર્જાઈ હતી તો કેટલાક ખેલાડીઓએ ખાલી હાથે જ રહેવુ પડ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા (Australia)નો દિગ્ગજ બેટ્સમેન આરોન ફિંચ (Aaron Finch)ને આ વર્ષે કોઈ ખરીદદાર નહોતો મળ્યો. ગત 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાયેલા ઓકશનના ત્રણ દિવસ ઉપરાંતના સમય બાદ, ફિંચે પોતાનુ મૌન તોડ્યુ હતુ. તેણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

 

આરોન ફિંચે ઓકશન પર બોલતા કહ્યુ હતુ કે, આ વખતે ફરી એકવાર રમવુ ખુબ શાનદાર રહેતુ. આઈપીએલ એક સારી ટુર્નામેન્ટ છે. જોકે બોલી નહીં બોલવીએ અનએક્સેપેક્ટેડ છે. તેણે કહ્યુ હતુ કે, હું ક્રિકેટ રમવા ઈચ્છુ છુ, પરંતુ ઘરે પણ સમય વિતાવવો ખોટી વાત નથી. ફિંચે કહ્યુ ઓગષ્ટથી ખૂબ વ્યસ્ત શિડ્યુલ રહ્યુ હતુ. જોકે ફરીથી ઘરે રહેવાથી નવી ટુર્નામેન્ટ માટે મદદ મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આરોન ફિંચને આ વર્ષે મીની ઓકશન પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) રિલીઝ કરી દીધો હતો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને પાછલા વર્ષે 4.4 કરોડ રુપિયામાં RCBએ ખરીદ્યો હતો. યુએઈમાં રમાયેલી આઈપીએલમાં તેણે 12 મેચમાં 268 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેમની સરેરાશ 22.33 રનની રહી હતી. ફિંચ ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમની કેપ્ટનશીપ કરશે. જે સિરીઝ ન્યુઝીલેન્ડમાં રમાનારી છે.

 

આ પણ વાંચો: ધોનીની નિવૃત્તી પહેલા તેમના માટે IPL ટાઈટલ જીતવુ છે: રોબિન ઉથપ્પા

Next Article