IPL 2021: મુંબઇ ને દિલ્હી વચ્ચે આજે ટક્કર, ગઇ સિઝનની ફાઇનલ બાદ પ્રથમ વાર આમને સામને ટકરાશે

|

Apr 20, 2021 | 2:58 PM

પાછળના વર્ષે યુએઇમાં રમાયેલ આઇપીએલની 13 મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે તે જીત હાંસલ કરવામાં નાકામિયાબ રહી હતી.

IPL 2021: મુંબઇ ને દિલ્હી વચ્ચે આજે ટક્કર, ગઇ સિઝનની ફાઇનલ બાદ પ્રથમ વાર આમને સામને ટકરાશે
Rishabh Pant-Rohit Sharma,

Follow us on

પાછળના વર્ષે યુએઇમાં રમાયેલ આઇપીએલની 13 મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે તે જીત હાંસલ કરવામાં નાકામિયાબ રહી હતી. ફાઇનલ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ની મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ તેને હરાવીને પાંચમી વખત આઇપીએલ ટાઇટલ જીતી લીધુ હતુ. પાછળના વર્ષે ફાઇનલ મેચ બાદ બંને ટીમો પ્રથમ વાર એક બીજાના આમને સામને ટકરાશે. જોકે આ વખતની મેચમાં એક અંતર હશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer) નહી પરંતુ વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant) ના હાથમાં રહેશે.

આ બંને ટીમોની વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડને જોવામાં આવે તો, મુંબઇની ટીમ ભારે જોવા મળી રહી છે. મુંબઇ એ દિલ્હી (DC vs MI) ની ટીમ કરતા 4 મેચ વધારે જીતી છે. દિલ્હી અને મુંબઇની વચ્ચે અત્યાર સુધીમાં IPL માં અત્યાર સુધીમાં 28 મેચ રમી છે. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ 16 મેચ જીત્યુ છે. જ્યારે દીલ્હી 12 મેચમાં જીત હાંસલ કરી ચુક્યુ છે. દિલ્હી અને મુંબઇ વચ્ચે પાછળની સિઝનમાં ફાઇનલ અને ક્વોલીફાયર સહિત કુલ 4 મેચ રમાઇ હતી. જેમાં દિલ્હી ને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમો સિઝનમાં 2-2 મેચ જીતી ચુકી છે.
દિલ્હી ની ટીમ આ સિઝનના પોઇન્ટ ટેબલમાં બીજા અને મુંબઇની ટીમ ત્રીજા સ્થાન પર છે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો મજેદાર રહેશે. બંને ટીમોની બેટીંગ અને બોલીંગ આક્રમણ મજબૂત છે. તેમની પાસે વિશ્વસ્તરીય બોલીંગ છે. દિલ્હી અને મુંબઇ એ અત્યાર સુધીમાં ત્રણ ત્રણ મેચો રમી છે. જેમાં બંને ટીમો એક એક મેચ હારી ચુકી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અશ્વિન અને શિખર ધવન છે દિલ્હીની તાકાત
આ મેચોમાં દિલ્હી ના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર એક વખત ફરી થી સૌની નિગાહો છે. જેણે પંજાબ કિંગ્સ સામે કસીને બોલીંગ કરી હતી. અશ્વિન અને મુંબઇ ના બેટ્સમેનો વચ્ચેનો જંગ જોવો પણ રસપ્રદ રહેશે. અશ્વિનનો સાથ આપવા માટે દિલ્હી પાસે પાછળના સાત વર્ષ થી પર્પલ કેપ હોલ્ડર કાગિસો રબાડા અને ક્રિસ વોક્સ જેવા બોલર છે, જે મુંબઇ ની પરીક્ષા લેશે. દિલ્હીની બેટીંગની વાત કરીએ તો તે પણ ખૂબ મજબૂત જોવા મળી રહી છે. જેમાં શિખર ધવન અને પૃથ્વી શો જેવા ઓપનર બેટ્સમેન રહ્યા છે. જે બંને શાનદાર ફોર્મમાં છે અને ધવન તો પંજાબ કિંગ્સ સામે પાછળની મેચમાં શાનદાર ઇનીંગ રમીને ઓરેન્જ કેપ મેળવી ચુક્યો છે. તો તેમનો મિડલ ઓર્ડર ઋષભ પંત જેવો સ્ટાર ખેલાડી ધરાવે છે.

મુંબઇમાં નથી ઓલરાઉન્ડરની કમી
મુંબઇ ઇન્ડીયન્સ પાસે અનેક ખેલાડીઓ છે જે પોતાના દમ પર મેચ ને જીતાડી શકે છે. તેમના કેપ્ટન હિટમેન રોહિત શર્મા વિશ્વરના સૌથી શાનદાર ઓપનર બેટ્સમેન છે. રોહિત શર્મા ઉપરાંત હાર્દિક પંડ્યા, કિયરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અન્ ક્વીન્ટન ડિકોક જેવા સ્ટાર બેટ્સમેન પણ છે. મુંબઇની બોલીંગ જોવામા આવે તો, જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ ની હાજરીમાં મુંબઇ ખૂબ જ મજબૂત છે. તો યુવા લેગ સ્પિનર રાહુલ ચાહર આ સિઝનમાં કમાલની રમત દર્શાવી રહ્યો છે.

Next Article