IPL 2021: રોહીત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સનુ આ રીતે બદલ્યુ કિસ્મત, 8 વર્ષમાં 5 વાર ટાઇટલ વિજેતા બનાવી દીધુ

|

Apr 08, 2021 | 7:25 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની શરુઆત થી 2012 સુધીના પાંચ વર્ષ દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એક પણ વાર આઇપીએલની ટ્રોફી મેળવી શક્યુ નહોતુ.

IPL 2021: રોહીત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સનુ આ રીતે બદલ્યુ કિસ્મત, 8 વર્ષમાં 5 વાર ટાઇટલ વિજેતા બનાવી દીધુ
Rohit Sharma

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની શરુઆત થી 2012 સુધીના પાંચ વર્ષ દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એક પણ વાર આઇપીએલની ટ્રોફી મેળવી શક્યુ નહોતુ. પરંતુ 2013 થી 2020 સુધીના આઠ વર્ષમાં પાંચ વાર મુંબઇની ટીમ IPL વિજેતા થવા માં સફળતા મેળવી ચુક્યુ છે. આ આઠ વર્ષમાં પાંચ વખત વિજેતા નિવડેલી ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) રહ્યો છે. તેની આ અદ્ભૂત સફળતાએ તેને IPL નો સૌથી સફળ કેપ્ટન ગણાવ્યો છે. તેનુ આઇપીએલમાં એક હથ્થુ સાશન ચાલતુ હોવાનુ કહેવાવા લાગ્યુ છે. કારણ કે આવડી મોટી સિધ્ધી હાંસલ કરવી એ સામાન્ય વાત નથી. રોહિત શર્મા 2013માં પ્રથમ વખત જ મુંબઇ ની ટીમનો કેપ્ટન બન્યો અને એ સાથે જ તેણે મુંબઇને પ્રથમ વાર ટ્રોફી જીતાડી આપી.

મુંબઇ ને 2013 અને ત્યાર બાદ પ્રત્યેક બીજા વર્ષે ટાઇટલ આવવા લાગ્યુ હતુ. જ્યારે 2019 અને 2020 માં તો સળંગ બે વાર ટ્રોફી જીતી લઇને મહેન્દ્રસિંહ ધોની ( MS Dhoni) ના સતત બે વાર ટાઇટલ જીતવાની બરાબરી કરી લીધી હતી. હવે આઇપીએલ 2021 માં રોહિત શર્મા ચેમ્પિયન બનવાની હેટ્રીક કરવા તૈયાર છે. આવામાં એ જાણવુ પણ જરુરી છે કે રોહિત શર્માનુ રાઝ પણ શુ છે? વિશ્વરભરના શ્રેષ્ઠ બેસ્ટમેનમાં રોહિત શર્મા ની ગણના કરવામાં આવે છે. જ્યારે પણ આઇપીએલની ફાઇનલમાં તેની ટીમ પહોંચી છે, ટ્રોફી લઇને જ આવી છે. કેપ્ટનના સ્વરુપમાં પણ રોહિત નેચરલ લાગે છે જેટલો તે બેટીંગ વેળા લાગે છે. તે ચુપચાપ પોતાનુ કાર્ય કરતો રહે છે. તેણે ભારતીય ટીમને પણ એશિયા કપ અને નિદહાસ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ જીતાડી છે. રોહિત ને બાબતો કમાલનો કેપ્ટન તરીકે ઉપસાવે છે.

શાંતચિત્ત પરંતુ તેજ દિમાગ
રોહિત શર્માની કેપ્ટનશીપ ઘણી હદ સુધી મહેન્દ્રસિંહ ધોની જેવી છે. તે એકદમ શાંત રહે છે, પરંતુ નારાજગી દર્શાવવા માટે પાછળ નથી હટતો. તે સાથી ખેલાડીઓનુ મનોબળ નથી તોડતો. શાંત રહીને ઝડપ થી રણનીતી બનાવે છે. તણાવ ભરેલા નિર્ણાયક સ્થાન પર પણ તેનુ મગજ એકદમ તેઝ ચાલે છે. સાથે જ તેનુ કામ પણ તે એકદમ શાંતિથી નિકાળી લે છે. તેજ મગજ થી તે વિરોધી ટીમની ભૂલોને પણ તુરત પારખી લઇને કામિયાબી હાંસલ કરી લે છે. જેમકે આઇપીએલ 2019માં ફાઇનલ મેચમાં ચેન્નાઇને અંતિમ બોલમાં 2 રન જોઇતા હતા. બેટીંગમાં શાર્દુલ ઠાકુર મોજૂદ હતો. તેની રમતની જાણકારી ધ્યાને રાખીને તેણે બોલર લસિથ મલિંગાને ધીમી યોર્કર નાંખવા માટે કહ્યુ હતુ. કારણ કે શાર્દુલ મોટો શોટ લગાવવા ઇચ્છતો હતો. આ રણનીતી સફળ નિવડી અને મુંબઇ એક રન થી ટાઇટલ જીતી લીધુ, આવુ જ 2017ની ફાઇનલમાં પણ થયુ હતુ.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

ટીમના ખેલાડીઓ પર ભરોસો
રોહિત શર્મા પોતાના ખેલાડીઓ પર પુરો ભરોસો રાખે છે. જો કોઇ ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થતો હોય તો તેને પૂરો સમય આપે છે. તેના પર પ્રદર્શનનુ દબાણ કરવાને બદલે તેને શાંત રહેવા માટે સમજાવતો રહે છે. તેની કેપ્ટનશીપમાં પુરી મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો મિજાજ પણ કંઇક એવો જ થઇ ગયો છે. જ્યારે તોઇ ખેલાડી મહત્વની ક્ષણ પર ભૂલ કરી દે છે તો, રોહિત તેની પર ઉકળતો નથી પરંતુ કંઇ નહી કંઇ નહી કહી ને માહોલને હળવો કરી દે છે. ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પંડ્યા બ્રધર્સ જેવા પ્લેયર્સ પર રોહિત શર્માનો પૂરો ભરોસો રહે છે. બદલામાં આ ખેલાડીઓ પણ પોતાની રમત થી ખુદને સાબિત કરે છે.

ટીમ ની જરુરીયાત મુજબ ખેલાડી હાજર
રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડીયન્સના દરેક ખેલાડીનો રોલ તય છે. કોણ ઓપનીંગ કરશે, કોણ વચ્ચેની ઓવરમાં રમશે અને કોણ ફિનીશ કરશે. તેમની પાસે દરેક રોલ મુજબના ખેલાડીઓ નક્કી છે. ક્વિન્ટન ડિકોક અને રોહિત શર્મા ઇનીંગની શરુઆત કરતા હોય છે. ઇશાન કિશન અને સૂર્યા બંને વચ્ચેની ઓવરનુ કામ સંભાળે છે. પંડ્યા બ્રધર્સ અને કિયરોન પોલાર્ડ મેચ ફિનીશ કરવાની જવાબદારી સંભાળતા હોય છે. આજ પ્રમાણે તેમની પાસે બોલીંગમાં પણ વિવિધતા છે. ટ્રેન્ટ બોલ્ટ પાવર પ્લે ઓવરોમાં વિકેટ નિકાળશે, તો રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા-હાર્દિક પંડ્યા વચ્ચેની ઓવરોમાં રન રોકશે અને વિકેટ મેળવશે. બાકીની ડેથ ઓવરોમાં જસપ્રિત બુમરાહની જવાબદારી રહેતી હોય છે. આવામાં દરેક રોલ ના હિસાબ થી ખેલાડી હોવાને લઇને મુંબઇ ઇન્ડીયન્સ ના ચેમ્પિયન બનવાનો માર્ગ સરળ રહેતો હોય છે.

શ્રેષ્ઠ સપોર્ટ સ્ટાફ
મુંબઇ ઇન્ડીયન્સની ટીમ પાસે સપોર્ટ સ્ટાફ પણ એક થી એક ધુરંધર થી ભરેલો છે. માહેલા જયવર્ધને ટીમના કોચ છે. શેન બોન્ડ પાસે બોલીંગ ના સુધારાની જવાબદારી છે. રોબિન સિંહ પાસે ફિલ્ડીંગ કોચની જવાબદારી છે. ઝાહિર ખાન ડાયરેક્ટર છે. જ્હોન રાઇટ, કિરણ મોરે, ટીએ શેખર, પ્રવિણ આમરે અને અભય કુરુવિલ્લા ટીમ માટે નવા ટેલેન્ટની શોધ કરે છે.

Published On - 7:23 am, Thu, 8 April 21

Next Article