AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 MI vs RR: મુંબઇ એ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યુ, ક્વિન્ટમન ડીકોકના શાનદાર 70 રન

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં આઇપીએલની 24 મી મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇ એ જીત મેળવી હતી.

IPL 2021 MI vs RR: મુંબઇ એ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યુ, ક્વિન્ટમન ડીકોકના શાનદાર 70 રન
Mumbai vs Rajasthan
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 7:20 PM
Share

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં આઇપીએલની 24 મી મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇ એ જીત મેળવી હતી. ટોસ જીતીને રોહિત શર્માએ પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. જવાબમાં ક્વિન્ટન ડીકોક (Quinton de Kock) ના શાનદાર 70 રન વડે જીત મેળવી હતી. 18.3 ઓવરમાં 172 રન કરીને 7 વિકેટે જીત મુંબઇ એ જીત મેળવી હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ કેપ્ટન રોહિત શર્મા 14 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો, જ્યારે ક્વિન્ટન ડિકોકે શાનદાર અર્ધશતક લગાવી ઓપનીંગ થી જીત સુધી અડીખમ રમત રમી હતી. તેણે અણનમ 70 રન 50 બોલમાં કર્યા હતા. સૂર્યકુમાર યાદવ 16 કરીને વિકેટ ગુમાવી હતી. કૃણાલ પંડ્યા એ 26 બોલમાં 39 રનની રમત રમી હતી. કિયરોન પોલાર્ડે 8 બોલમાં અણનમ 16 રન કર્યા હતા.

રાજસ્થાન બોલીંગ ક્રિસ મોરિસે તેની જવાબદારી નિભાવતા 4 ઓવર કરી ને 2 વિકેટ ઝડપી હતી. તેણે 33 રન આપ્યા હતા. જયારે મુસ્તફિઝુર રહેમાને એક વિકેટ ઝડપી હતી. જયદેવન ઉનડકટે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. રાહુલ તેવટીયાએ 3 ઓવરમાં 30 રન આપ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">