IPL 2021: આઇપીએલની આગામી સિઝનની તૈયારી કરવા માટે મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ પહોંચ્યો

|

Mar 04, 2021 | 7:29 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની 14મી સિઝન આ વર્ષે એપ્રિલ માસના બીજી સપ્તાહ થી રમાઇ શકે છે. IPL ની 14મી સિઝનનુ શિડ્યુલ હાલમાં જારી કરવામાં આવ્યુ નથી. જોકે જલ્દી થી તેનુ શિડ્યુલ જારી થનારુ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ આઇપીએલ ની 14 મી સિઝનની તૈયારીઓ કરવામાં લાગી ચુકી છે.

IPL 2021: આઇપીએલની આગામી સિઝનની તૈયારી કરવા માટે મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ પહોંચ્યો
Mahendra Singh Dhoni

Follow us on

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની 14મી સિઝન આ વર્ષે એપ્રિલ માસના બીજી સપ્તાહ થી રમાઇ શકે છે. IPL ની 14મી સિઝનનુ શિડ્યુલ હાલમાં જારી કરવામાં આવ્યુ નથી. જોકે જલ્દી થી તેનુ શિડ્યુલ જારી થનારુ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમ આઇપીએલ ની 14 મી સિઝનની તૈયારીઓ કરવામાં લાગી ચુકી છે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) અને સિનીયર બેટ્સમેન અંબાતી રાયડૂ (Ambati Rayudu) ચેન્નાઇ પહોંચી ચુક્યા છે. તેઓ હવુ ઝડપથી પ્રેકટીસમાં લાગી જશે. મીડિયા રિપોર્ટસનુ માનીએ તો ઘોની અને રાયડૂ 11 માર્ચ થી આઇપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરુ કરી દેશે.

ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લઇ ચુક્યો છે. ગત વર્ષ 15 ઓગષ્ટ એ ધોનીએ સંન્યાસની જાહેરાત કરી હતી. જુલાઇ 2019માં તેણે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ધોની પાછળની સિઝન દરમ્યાન કંઇક ખાસ કરી શક્યો નહોતો. હવે આગામી સિઝનમાં ફેન્સને તેના થી ઘણી આશાઓ હશે. પાછલા વર્ષે ચેન્નાઇ સુપર કિંગ ટીમ પ્લેઓફ સુધી પણ પહોંચી શકી નહોતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

https://twitter.com/ChennaiIPL/status/1367173075158982658?s=20

ચેન્નાઇ પહોંચતા અગાઉ ધોની રાજસ્થાનના સાંચોર નજીક ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે જાખલ ગામે એક શાળાનુ લોકાર્પણ કરવા પહોંચ્યો હતો. જ્યાં ધોની આવ્યાનુ સાંભળીને પ્રશંસકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. જેને લઇને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક પ્રધાન અને સાંસદ સભ્ય પણ હતા.

Next Article