IPL 2021: ચેતન સાકરિયા પર સંગકારા થયો ફિદા, વખાણ કરતા કહ્યુ તે આઇપીએલની શોધ છે

|

May 14, 2021 | 11:07 PM

યુવાન ઝડપી બોલર ચેતન સાકરીયા (Chetan Sakaria) આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે જોડાયો છે. ચેતન સાકરિયાએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

IPL 2021: ચેતન સાકરિયા પર સંગકારા થયો ફિદા, વખાણ કરતા કહ્યુ તે આઇપીએલની શોધ છે
Kumar Sangakkara-Chetan Sakariya

Follow us on

યુવાન ઝડપી બોલર ચેતન સાકરીયા (Chetan Sakaria) આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે જોડાયો છે. ચેતન સાકરિયાએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. જોકે આઈપીએલ કોરોના સંક્રમણને લઈને અધવચ્ચે જ સ્થગીત કરી દેવાઈ હતી. રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ કુમાર સંગકારા (Kumar Sangakkara)એ સાકરિયાના ભરપૂર વખાણ કર્યા છે. સંગકારાએ સાકરિયાને IPLની શોધ ગણાવી છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સંગકારાએ સાથે જ કહ્યું હતુ કે ચેતન માટે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીનો સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. તેમનો પ્રેમ અને પ્રાર્થના ઝડપી બોલર સાકરીયા સાથે છે. સાકરીયાના પિતા પણ હાલમાં જ પિતાને ગુમાવ્યા છે. આ પહેલા વર્ષની શરુઆતે ભાઈને ગુમાવ્યો હતો. સાકરિયાના ભાઈએ આત્મહત્યા કરી હતી, જ્યારે પિતાનું કોરોનાને લઈને અવસાન થયુ હતુ.

 

 

સંગારકારાએ આ 23 વર્ષીય ખેલાડીની પાસે ના માત્ર વિકેટ ઝડપવાની ક્ષમતા છે, પરંતુ મહત્વના સમયે નવા બોલથી બોલીંગ કરવાની અને અંતિમ ઓવરોમાં પણ જે જવાબદારી નિભાવવાથી પ્રભાવિત થયા છે. સાકરિયા ટીમ દ્વારા તેના પર મુકવામાં આવેલા ભરોસા પર પાર ઉતર્યો છે. ડેબ્યુ મેચમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 2021ની સિઝનમાં રમાયેલી મેચો દરમ્યાન 7 વિકેટ ઝડપી હતી.

 

 

વાત કરતા સંગકારાએ કહ્યું હતુ કે સાકરિયાનું વલણ અને પ્રેશર બનાવવાની ક્ષમતા ખરેખર જ તેનુ કૌશલ્ય છે. તેનુ અમારા પક્ષે ખુબ જ સારો પ્રભાવ છે. સાકરિયા ઉપરાંત અમારી પાસે અનુજ, યશ, મહિપાલ ત્રણ અન્ય યુવા ખેલાડીઓ છે. જેઓ લાંબા સમયથી ફેન્ચાઈઝી સાથે છે, હું તે ત્રણેયથી પણ ખૂબ પ્રભાવિત છુ. મયંક માર્કંડેય અને ચેતન સાકરિયા બંને ખૂબ જ કુશળ ક્રિકેટર છે.

 

આ પણ વાંચો: રજાઓ ગાળવા બાય રોડ જઈ રહેલા પૃથ્વી શોને અંબોલી પોલીસે અટકાવ્યો, કાર્યવાહી બાદ જવા દેવાયો

Next Article