રજાઓ ગાળવા બાય રોડ જઈ રહેલા પૃથ્વી શોને અંબોલી પોલીસે અટકાવ્યો, કાર્યવાહી બાદ જવા દેવાયો

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) આઈપીએલ સ્થગીત થવા બાદ ગોવામાં રજાઓ ગાળવા માટેનો પ્લાન બનાવ્યો છે. પૃથ્વી શો બાય રોડ ગોવા ( Goa) જઈ રહ્યો હતો. આ દરમ્યાન મહારાષ્ટ્રમાં અંબોલીમાં પોલીસે તેને અટકાવ્યો હતો.

  • Publish Date - 10:26 pm, Fri, 14 May 21 Edited By: Kunjan Shukal
રજાઓ ગાળવા બાય રોડ જઈ રહેલા પૃથ્વી શોને અંબોલી પોલીસે અટકાવ્યો, કાર્યવાહી બાદ જવા દેવાયો
Prithvi Shaw

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) આઈપીએલ સ્થગીત થવા બાદ ગોવામાં રજાઓ ગાળવા માટેનો પ્લાન બનાવ્યો છે. પૃથ્વી શો બાય રોડ ગોવા ( Goa) જઈ રહ્યો હતો. આ દરમ્યાન મહારાષ્ટ્રમાં અંબોલીમાં પોલીસે તેને અટકાવ્યો હતો.

તેની પાસે ઈ-પાસ નહોતો અને તે ગોવા માટે બાય રોડ જઈ રહ્યો હતો. જેને લઈને પોલીસે તેને અટકાવ્યા બાદ આગળ જવા દેવાને બદલે અંબોલીમાં જ રોકી રાખ્યો હતો. હાલમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન હાલમાં લોકડાઉન લાગુ કરવામાં આવેલુ છે.

પૃથ્વી શો કોલ્હાપુરના રસ્તે પોતાની કાર દ્વારા ગોવા જવા માટે પ્લાન બનાવ્યો હતો. મહારાષ્ટ્રમાં મુસાફરી કરવા માટે ઈ-પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જોકે પૃથ્વી શો પાસે ઈ-પાસ નહીં હોવાને લઈને પોલીસે એક કલાક જેટલો સમય તેને રોકી રાખ્યો હતો. પૃથ્વીએ ઓનલાઈન ઈ-પાસ માટે કાર્યવાહી કરી હતી, ત્યારબાદ પોલીસે તેને આગળ જવા માટે પરવાનગી આપી હતી.

તાજેતરમાં પૃથ્વી શોને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયામાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટેસ્ટ સિરીઝમાં ખરાબ બેટીંગ કરવાને લઈને ટીમની બહાર કરી દેવાયો હતો. જોકે 21 વર્ષીય પૃથ્વી શોએ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

તેમજ આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ વતી રમતા 8 મેચમાં 308 રન કર્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં 800થી વધારે રન કર્યા હતા. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ નહીં કરવાનું કારણ પણ તેની ફિટનેસ દર્શાવાયુ હતુ.

આ પણ વાંચો: Cricket: ટીમ ઇન્ડીયા માટે ગઇકાલે અલગ સુર આલાપતો ટિમ પેન હવે વિરાટ કોહલીના ગુણગાન ગાવા લાગ્યો