IPL 2021: કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગને કોરોના મહામારીને લઇને કહી આવી વાત

|

Apr 27, 2021 | 1:15 PM

કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ આઇપીએલ માં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામેની મેચ ને પાંચ વિકેટે જીતી લીધી હતી.

IPL 2021: કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગને કોરોના મહામારીને લઇને કહી આવી વાત
captain Eoin Morgan

Follow us on

કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ આઇપીએલ માં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામેની મેચ ને પાંચ વિકેટે જીતી લીધી હતી. જીતની ક્રેડિટ મોર્ગને તેની ટીમના બોલરોને આપી હતી. જીત સાથે જ કહ્યુ હતુ કે, હવે તેમની ટીમ પાછળ વળીને નહી જુએ. દરમ્યાન મોર્ગને હાલમાં ભારતમાં સતત વધી રહેલા કોરોના ના પ્રમાણને લઇને પણ પોતાની વાત રાખી હતી.

મોર્ગને કહ્યુ હતુ કે, તેમની ટીમ ભારતમાં કોવિડ 19 ની સ્થિતી થી જાણકારી ધરાવે છે. આ મહામારીને નિપટવા માટે પણ પોતાનુ યોગદાન ટીમ આપવા ઇચ્છે છે. તેણે કહ્યુ બહાર જે કાંઇ પણ થઇ રહ્યુ છે, તેમાં અમે અમારુ યોગદાન પણ આપવા માટે કોશિષ કરી રહ્યા છે. કલકત્તા તરફ થી હું સૌના માટે પ્રાર્થના કરુ છુ.

પંજાબ કિંગ્સની ટીમ નવી પિચ પર યોગ્ય રીતે સેટ થઇ શકી નહોતી અને 9 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 123 રન કરી શકી હતી. કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગનને મેન ઓફ ધ મેચ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેણે અણનમ 47 રન કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. તેની સાથે રાહુલ ત્રિપાઠીએ પણ સારી રમત રમી હતી, તેણે 41 રન કર્યા હતા. કલકત્તાએ 20 બોલ બાકી રાખીને જીતના લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. કલકત્તા દ્રારા સિઝનમાં આ બીજી જીત મેળવવામા આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇયોન મોર્ગને મેચ બાદ કહ્યુ હતુ કે, આ જીત આસાનીથી નથી મળી. અમારા બોલરોએ સારુ પ્રદર્શન કર્યુ છે, નિયંત્રીત બોલીંગ કરીને પંજાબને ઓછા સ્કોર પર જ રોકી લીધુ હતુ. અમે આકરી મહેનત જારી રાખીશુ અને મજબૂતી સાથે આગળ વધીશુ. યુવાન ઝડપી બોલર શિવમ માવીએ લગાતાર ચાર ઓવર કરવાને લઇને મોર્ગને કહ્યુ હતુ કે, માવીના આંકડા ગેઇલ સામે સારા હતા, માટે મે અને ચાર ઓવર કરાવી હતી. આમ તો સામાન્ય રીતે હું લગાતાક ત્રણ ઓવર પણ કોઇ બોલરને નથી કરાવતો.

Next Article